Chinese Rocket Burn : નેપાળના એરસ્પેસમાં ચીની રોકેટ નષ્ટ, છોડ્યા હતા 3 જાસૂસી ઉપગ્રહ

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 9:43 AM

ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલના જણાવ્યા અનુસાર, ચાંગ ઝેંગ 2ડી 'લોંગ માર્ચ' રોકેટ 200 દિવસથી વધુ સમય સુધી આકાશમાં રહ્યા બાદ શનિવારે વાતાવરણમાં ફરી પ્રવેશ્યું. આ પછી તે નેપાળના આકાશમાં બળી ગયું.

Chinese Rocket Burn : નેપાળના એરસ્પેસમાં ચીની રોકેટ નષ્ટ, છોડ્યા હતા 3 જાસૂસી ઉપગ્રહ
Chinese Rocket Burn

ચીન પર ભૂતકાળમાં આકાશમાં જાસૂસી બલૂન છોડવાનો આરોપ હતો. અમેરિકાએ પણ આવો જ એક બલૂન તોડી પાડ્યો હતો. જેના કારણે ચીન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ભારત પણ ગયા વર્ષે કેટલાક બલૂન જોવાની વાત પણ કરી રહ્યું છે. જો કે, તેની જાસૂસી કરવામાં આવી રહી હતી કે કંઈક તેની પુષ્ટિ થઈ શકી નથી.

એક મીડિયા અહેવાલ મુજબ, અવકાશમાંથી પરત ફરતી વખતે નેપાળના આકાશમાં એક ચીની રોકેટ બળી ગયું હતું. રિપોર્ટ અનુસાર, ચીન આવા રોકેટનો ઉપયોગ જાસૂસી ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટે કરે છે.

નેપાળમાં રોકેટ બળીને રાખ થઈ ગયું

નેપાળમાં શનિવારે એક જાસૂસી ઉપગ્રહને અવકાશમાં લઈ જતું રોકેટ બળીને રાખ થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જાણકારી અમેરિકન નેવલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આવી જ એક ઘટના ટેક્સાસના આકાશમાં પણ બની હતી.

200 દિવસ પછી વાતાવરણમાં પાછું આવ્યું રોકેટ

ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલના જણાવ્યા અનુસાર, ચાંગ ઝેંગ 2ડી ‘લોંગ માર્ચ’ રોકેટ 200 દિવસથી વધુ સમય સુધી આકાશમાં રહ્યા બાદ શનિવારે વાતાવરણમાં ફરી પ્રવેશ્યું. આ પછી તે નેપાળના આકાશમાં બળી ગયું.

નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન Y-65 મિશનનો ભાગ

રિપોર્ટ અનુસાર આ રોકેટનું વજન લગભગ 4 ટન હોવાનું કહેવાય છે. જ્યારે હવે તે સ્પેસ વેસ્ટમાં ફેરવાઈ ગયું છે. આ રોકેટ ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન વાય-65 મિશનનો ભાગ હતો. 29 જુલાઈના રોજ, તેણે મધ્ય ચીનમાં સ્થિત ઝિંચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટરમાંથી ત્રણ સૈન્ય ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉપગ્રહો વિતરિત કર્યા.

બલૂનનો ઉપયોગ કરવાની ફ્રાન્સથી શરૂઆત થઇ

1794માં ફ્રાન્સિસ ક્રાંતિ દરમિયાન જાસૂસી અને યુદ્વ માટે પેહલીવાર બલૂનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચ એરોસ્ટેટિક કોર્પ્સે ‘ઇન્ડસ્ટ્રિયલ’ બલૂનનો ઉપયોગ કર્યો હતો.

સ્પાય સેટેલાઇટથી વધારે સ્માર્ટ જાસૂસી બલૂન, રડારને પણ આપી દે છે હાથતાળી

અમેરિકા એરફોર્સની એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના એક રિપોર્ટ અનુસાર, આ જાસૂસી બલૂન કેટલીકવાર સેટેલાઇટ કરતાં વધુ સારી ઇન્ટેલિજન્સ મશીનરી સાબિત થાય છે. દેખરેખ માટે સેટેલાઇટ ખર્ચાળ સાબિત થાય છે, કારણ કે તેના માટે અવકાશ પ્રક્ષેપણોની જરૂર પડે છે. હિલીયમ ગેસથી ભરેલા હોવાથી જાસૂસી ફુગ્ગાઓ હળવા હોય છે અને તેમાં સ્થાપિત અદ્યતન કેમેરા સૈન્યની જગ્યાઓ અને હિલચાલને શોધી કાઢવાની સાથે રડારની પકડમાં આવતા નથી. તેઓ ઉપગ્રહો કરતાં વધુ સ્પષ્ટ ફોટા લે છે, કારણ કે ઉપગ્રહો 90 મિનિટમાં પૃથ્વીની આસપાસ ફરે છે અને આ ઝડપને કારણે તેમના કેમેરાના ફોટા ઝાંખા પડી જાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati