દેશમાં ગુંજી ઉઠી ‘100 કરોડ વેક્સિનેશન એંથમ’, મહાભારતથી પ્રેરણા લઈને આ ગુજરાતીએ લખ્યું છે ગીત

દેશમાં કોવિડ -19 વેક્સિનની સંખ્યા 100 કરોડને પાર કરી ગઈ. આ પ્રસંગે મનસુખ માંડવિયા દ્વારા "વેક્સિન એંથમ" પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના શબ્દો ગુજરાતી ગીતકાર પાર્થ તારપરાએ લખ્યા છે.

દેશમાં ગુંજી ઉઠી '100 કરોડ વેક્સિનેશન એંથમ', મહાભારતથી પ્રેરણા લઈને આ ગુજરાતીએ લખ્યું છે ગીત
The lyrics of 100 Crore Vaccination Anthem is written by Gujarati young lyricist Parth Tarpara

21 ઓક્ટોબરના રોજ, કોરોનાના ઘટતા કેસો વચ્ચે દેશમાં કોવિડ -19 રસીઓની સંખ્યા 100 કરોડને પાર કરી ગઈ. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને ભારતના વૈજ્ઞાનિકો અને લોકોના સહકારની જીત ગણાવી હતી. કેન્દ્ર દેશભરમાં આની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્ર દ્વારા “વેક્સિન એંથમ” પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ યુટ્યુબ ચેનલ પર શેર કર્યું છે.

જણાવી દઈએ કે આ ગીતની ખાસ વાત એ છે કે ગીતના શબ્દો મહાભારતના પાત્ર કર્ણ પરથી પ્રેરિત છે. અને ગર્વની વાત એ છે કે આ ગીત એક ગુજરાતી યુવા કવિએ લખ્યું છે. જી હા કૈલાશ ખેરના સ્વરમાં ધૂમ મચાવી રહેલા આ ગીતને શબ્દો આપ્યા છે પાર્થ તારપરાએ. 27 વર્ષીય ગીતકાર પાર્થ તારપરાને આ ખાસ ગીત તૈયાર કરવામાં માત્ર બે દિવસ લાગ્યા હતા.

પાર્થ તારપરાએ આ અમુલ્ય ક્ષણના ભાગ બનવા પર કહ્યું કે, આ ગીત ખાસ કોરોના વોરીયર્સ, આરોગ્ય તંત્ર અને આ મહામારીના સમયમાં જે જે સમાજ સેવા માટે આગળ આવ્યું છે એ દરેકને અર્પણ છે. પાર્થે કહ્યું “આ ક્ષણ એક સીમાચિહ્ન છે. આવી ક્ષણ જીવનકાળમાં માત્ર એક જ વખત આવે છે, અને કોરોના સામેની લડાઈ જે રીતે ભારતે લડી છે. હું તેને ખરેખર વિશેષ બનાવવા માંગતો હતો. મારી ઈચ્છા હતી કે ગીતના શબ્દો ભારતીય મૂલ્યો સાથે જોડાય.”

આ ગીતના શબ્દોની પ્રેરણા વિશે યુવા કવિએ કહ્યું કે, “શબ્દોની પ્રેરણા મહાભારતથી મળી છે. જેમાં કર્ણની રક્ષા કરવા માટે કવચ કુંડળ હતા. તેમ કોરોના સામે રક્ષા માટે વેક્સિન જ કવચ કુંડળ છે. હાલ કોરોનાની કોઈ દવા નથી. માત્ર વેક્સિન જ બચવાનો રસ્તો છે. ત્યારે બચાવ કરતા પ્રથમ સુરક્ષા જરૂરી છે. અને આ સુરક્ષા પૂરી પાડે છે કોરોના વેક્સિન. આ વિચારથી જ આ ગીતમાં શબ્દો આવ્યા છે ‘શત કોટી કવચ અહેસાહ હૈ”.

એન્જિનીયરીંગનો અભ્યાસ છોડીને કવિ, ગીતકાર તરીકે પોતાની કારકિર્દી આગળ વધારતા પાર્થ તારપરા હાલમાં વિજયગીરી ફિલ્મોસ સાથે કાર્યરત છે. મોન્ટુની બિટ્ટુ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે ગીત લખ્યા છે. સાથે જ બે આગામી ગુજરાતી ફિલ્મમાં તેમના શબ્દોનો જાદુ જોવા મળવાનો છે. એકવીસમું ટિફિન અને મારા પપ્પા સુપરહિરો મૂવીમાં એમણે ગીતો લખ્યાં છે.

 

આ પણ વાંચો: Vadodara: પકડાયેલા કુટણખાનામાં ચોંકાવનારો ખુલાસો, 12 વર્ષની બાળકીના બાપની હેવાનિયત છતી થઈ

આ પણ વાંચો: સુરતમાં રફ હીરાની હરાજી થશે, રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી

Click on your DTH Provider to Add TV9 Gujarati