Lockdown in China: ચીનમાં 10 દિવસ માટે લોકડાઉન, દરેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી

ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીંના શાંઘાઈ શહેરમાં મોટાભાગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Lockdown in China: ચીનમાં 10 દિવસ માટે લોકડાઉન, દરેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી
Lockdown in China
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 1:55 PM

Lockdown in China: ચીને (China) આગામી 10 દિવસ માટે લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ચીનના શાંઘાઈમાં (Sanghai City) લોકડાઉન બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. સાથે જ દરેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ સાથે લોકોને તેમના ઘરોમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. હાલ તમામ જરૂરી ઓફિસો સિવાય અન્ય તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ દરમિયાન સ્થાનિક લોકોએ ઘરમાં જ રહેવું પડશે. ઓફિસો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહેશે અને જાહેર પરિવહન સેવાઓ પણ સ્થગિત રહેશે. તમને જણાવી દઈએ કે,2.6 કરોડની વસ્તીવાળા શહેરમાં પહેલેથી જ ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાંઘાઈ ડિઝની પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચીનમાં આ મહિને દેશભરમાં 56,000 થી વધુ સંક્રમણના કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ઉત્તર-પૂર્વ પ્રાંત જિલિનમાં નોંધાયા છે.

ચીને ‘ઝીરો ટોલરન્સ’ની વ્યૂહરચના અપનાવી

ચીને વૈશ્વિક રોગચાળા સામે ‘ઝીરો ટોલરન્સ’ની વ્યૂહરચના અપનાવી છે, જેના કારણે જ્યારે કેસ વધે છે ત્યારે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ જાય છે. ચીનમાં 87 ટકા વસ્તીને કોવિડ -19 સામે રસી આપવામાં આવી છે. ચીનમાં કોરોના વાયરસના નવી લહેર પાછળનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ માનવામાં આવે છે. ચીનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે સંક્રમણથી સર્જાયેલી સ્થિતિ ગંભીર અને જટિલ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે ચીન

ચીનના અધિકારીઓએ જણાવ્યું કે, દેશ કોરોના વાયરસના કારણે સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. ચીને શરૂઆતથી જ મહામારીને નિયંત્રણમાં રાખી છે. અમેરિકા અને યુરોપના ઘણા દેશો તમામ પ્રયાસો છતાં પણ સંક્રમણને કાબૂમાં કરી શક્યા નહોતા ત્યારે હાલ અહીં એટલા ઘણા કેસ નથી. ચીને ઝીરો કોવિડ પોલિસી ફોલો કરી છે. અહીંના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) ના રોગ નિષ્ણાત વુ જુન્યુએ પણ કહ્યું હતું કે, ચીન શૂન્ય કોવિડના લક્ષ્યને અનુસરવા માટે કામ કરી રહ્યું છે. કારણ કે કોવિડ-19ને રોકવા માટે આ સૌથી અસરકારક વ્યૂહરચના છે.

આ પણ વાંચો : પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, વ્લાદિમીર પુતિન બનશે ‘વિશ્વના શક્તિશાળી વ્યક્તિ’

g clip-path="url(#clip0_868_265)">