Russia Ukraine War: યુદ્ધ વચ્ચે યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, રશિયન સેના જાણી જોઈને ઓલવી રહી નથી
યુક્રેનના ચેર્નોબિલ સ્થિત ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ(Chernobyl nuclear power plant)ના એક્સક્લુઝિવ ઝોનમાં આગ લાગી છે. આ આગ લગભગ 10 હજાર હેક્ટર જંગલમાં લાગી છે, જેને રશિયન સેના જાણી જોઈને ઓલવી રહી નથી.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે યુક્રેનના ચેર્નોબિલ સ્થિત ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ(Chernobyl nuclear power plant)ના એક્સક્લુઝિવ ઝોનમાં આગ લાગી છે. આ આગ લગભગ 10 હજાર હેક્ટર જંગલમાં લાગી છે, જેને રશિયન સેના જાણી જોઈને ઓલવી રહી નથી. આ પ્લાન્ટ 24 ફેબ્રુઆરીથી રશિયાના કબજામાં છે, જેના કારણે રશિયન ફાયર ફાયટર આ આગને ઓલવવા પ્લાન્ટની નજીક પણ જઈ શકતા નથી. યુક્રેનની ન્યુક્લિયર પ્લાન્ટ મોનિટરિંગ એજન્સીએ કહ્યું છે કે એક્સક્લુઝિવ ઝોનમાં આગ ક્યારેય પણ ન્યુક્લિયર પ્લાન્ટ માટે ખતરો બની શકે છે. આવામાં અગર રેડિએશન લીક થાય છે તો તેની ઝપેટમાં અનેક યુરોપનાં દેશ આવી શકે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ચેર્નોબિલ પ્લાન્ટની આસપાસ રશિયન સેનાના હુમલાને કારણે 31 જગ્યાએ આગ લાગી છે. આ એ જ ન્યુક્લિયર પ્લાન્ટ છે, જ્યાં 1986માં દુર્ઘટના થઈ હતી અને અહીંથી નીકળતા રેડિયેશનથી લાખો લોકોના મોત થયા હતા. આજે રુસો-યુક્રેન યુદ્ધનો 33મો દિવસ છે અને એક મહિના બાદ યુદ્ધના મેદાનમાંથી ડરામણી તસવીરો સામે આવવા લાગી છે. યુક્રેનના લોકોએ ટ્વિટર પર ગોસ્ટોમેલ એરફિલ્ડનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક સમયે યુક્રેનનું ગૌરવ ગણાતું આ એરફિલ્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયેલું દેખાય છે. આ એ જ એરફિલ્ડ છે જ્યાં રશિયા દ્વારા બોમ્બમારો કરીને યુક્રેનનું સૌથી મોટું પ્લેન An-225 મરિયાને નષ્ટ કરવામાં આવ્યું હતું. પુતિનની સેનાએ આ બેઝ પર બે વાર હુમલો કર્યો અને બીજા હુમલામાં યુક્રેનિયન એરફોર્સની તાકાત ઓછી કરવા માટે રશિયન સેનાએ જમીન પર ઉતરીને આ બેઝને નષ્ટ કરી દીધો.
લ્વીવ પર રશિયાનો હુમલો યથાવત
લ્વીવ પર રશિયાનો હુમલો પણ ચાલુ છે. રશિયા તરફથી આ શહેર પર મિસાઈલ છોડવામાં આવી રહી છે, જેના કારણે આખું શહેર સળગતું જોવા મળી રહ્યું છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, લ્વિવમાં સૈન્ય મથકો સિવાય, એપાર્ટમેન્ટ્સ અને થિયેટરો પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. રશિયાએ 24 કલાકમાં યુક્રેનના પાંચ મોટા શહેરો પર બોમ્બમારો કર્યો છે. એવું માનવામાં આવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી મોટી સંખ્યામાં સૈનિકોને કેદી લેવામાં આવ્યા છે. રુસો-યુક્રેન યુદ્ધ પછી, વિશ્વ ગંભીર શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યું છે. યુક્રેનનાં લોકો આસપાસનાં દેશમાં શરણ લઈ રહ્યા છે જેમાં રશિયાનો પણ સમાવેશ થાય છે, સૌથી વધારે લોકો પોલેન્ડ પહોચી રહ્યા છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીની ફરી એકવાર ચર્ચા થવા લાગી
દરમિયાન, બાલ્કન્સની નોસ્ટ્રાડેમસ નામની અંધ મહિલા બાબા વાંગાની ભવિષ્યવાણી ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની ભવિષ્યવાણીમાં વાંગાએ કહ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના ભગવાન બનશે. વાંગાનું 25 વર્ષ પહેલા અવસાન થયું છે અને 1979માં તેણે નાઈન ઈલેવન જેવી ઘટનાની આગાહી કરી હતી, જે સાચી પડી હતી. આ સાથે મહિલાએ ભવિષ્યવાણી કરી હતી કે યુક્રેન રશિયા દ્વારા હસ્તગત કરવામાં આવશે. એક ડરામણી આગાહી પણ કરવામાં આવી હતી કે આ સાથે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે, જેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. આ યુદ્ધ પછી, પુતિન વધુ મજબૂત બનશે અને સમગ્ર વિશ્વના સમ્રાટ બનશે. વાંગાએ 50 વર્ષની કારકિર્દીમાં કોરોના મહામારી, ચેર્નોબિલ અકસ્માત અને પ્રિન્સેસ ડાયનાના જીવલેણ અકસ્માતની પણ આગાહી કરી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો-ભારતની રશિયન ક્રૂડ ઓઈલ રૂપિયામાં ખરીદવાની કોઈ યોજના નથીઃ પેટ્રોલિયમ રાજ્ય મંત્રી