પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, વ્લાદિમીર પુતિન બનશે ‘વિશ્વના શક્તિશાળી વ્યક્તિ’

બાબા વાંગા એ જ વ્યક્તિ છે જેણે 9/11ની ઘટનાની ભવિષ્યવાણી કરી હતી. સપ્ટેમ્બર 11, 2001 ના રોજ જેમ તેણે અગાઉથી જોયું હતું,તેમ વિમાનોને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યા હતા અને બાદમાં ન્યુ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં તોડી પાડવામાં આવ્યા હતા.

પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, વ્લાદિમીર પુતિન બનશે 'વિશ્વના શક્તિશાળી વ્યક્તિ'
Blind mystic Baba Vanga who predicted Putin will be 'Lord of the World'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:16 AM

Russia Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું(Russia Ukraine War)  હતુ અને હજુ પણ યથાવત છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) જ્યારથી તેમની સેના પર યુક્રેન (Ukraine) પર આક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારથી તે સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારે હવે એક અંધ રહસ્યવાદી જેણે યુક્રેનમાં રશિયન યુદ્ધની (Russia ukraine crisis) આગાહી કરી હતી, તેણે આગાહી કરી છે કે પુતિન ‘વિશ્વના ભગવાન’ બનશે.

વ્લાદિમીર પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે !

બાબા વાંગા કુદરતી આફતોને ‘જોઈ’ અને તકરાર થાય તે પહેલા ચેતવણી આપતા જોવા મળે છે.પૂર્વીય યુરોપિયમાં તે’બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’તરીકે જાણીતા છે.હાલ તેણે જણાવ્યુ છે કે, વ્લાદિમીર પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે.તેણે કહ્યુ કે,”તેના દ્વારા બધાને રસ્તામાંથી દૂર કરવામાં આવશે અને માત્ર તે રાજ કરશે નહીં, પણ તે વિશ્વનો ભગવાન પણ બનશે.”

આ દાવા અનુસાર રશિયા વિશ્વની એકમાત્ર મહાસત્તા હશે.સાથે તેણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે એક પણ ભવિષ્યવાણી કરી છે.વાંગેલિયા ગુશ્ટેરોવામાં જન્મેલા અંધ બાબા વાંગાને બાદમાં ખબર પડી કે તેઓ ભવિષ્યની આગાહી કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં સેંકડો આગાહીઓ કરી હતી.તેના લાખો અનુયાયીઓ માને છે કે તેનામાં ટેલિપેથી અને એલિયન્સ સાથે વાતચીત કરવામાં સક્ષમ હોવા સહિતની પેરાનોર્મલ ક્ષમતાઓ છે.વિશ્વની ઘટનાઓ અને માનવતાની સ્થિતિ વિશેની તેની અસંખ્ય આગાહીઓ માટે બાદમાં તે જાણીતા બન્યા. જેમાં ISIS ના ઉદય અને ટ્વીન ટાવર્સના પતનની આગાહી કરી હોવાના દાવાઓનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ  વિશે પણ ભવિષ્યવાણી કરી

ઉલ્લેખનીય છે કે, 1989 માં બાબા વાંગાએ રશિયાના ભવ્ય ભાવિની (Forecast Future)આગાહી કરી હતી અને કહ્યું કે દરેક જગ્યાએ ભયાનકતા હશે અને નિર્દોષનુ લોહી વહશે.બાબા વાંગા એ જ વ્યક્તિ છે જેણે 9/11ની ઘટનાની ભવિષ્યવાણી કરી હતી. સપ્ટેમ્બર 11, 2001 ના રોજ જેમ તેણે અગાઉથી જોયું હતું, વિમાનોને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યા હતા અને બાદમાં ન્યુ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા.અહેવાલો અનુસાર, અંધ રહસ્યવાદીએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી છે.

આ પણ વાંચો : Russia Ukraine War: યુદ્ધ વચ્ચે યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, રશિયન સેના જાણી જોઈને ઓલવી રહી નથી

આ પણ વાંચો : Russia Ukraine War : આ અઠવાડિયે રશિયાના વિદેશમંત્રી લાવરોવ ભારતની કરી શકે છે મુલાકાત, આ મુદ્દા પર થશે ચર્ચ

g clip-path="url(#clip0_868_265)">