China: ચીન હવે છેલ્લી પાટલીએ બેઠુ, વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સેક્સની લાલચ !
China : કોરોના કાળમાં હંમેશા ચર્ચામાં રહેનાર ચીન તેની અવળચંડાઈને લીધે ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે , ચીનની ટોચની યુનિવર્સિટીઓ(University) પણ હવે ખોટા માર્ગ પર જઈ રહી છે. ચીનની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સેક્સની(Sex) લાલચ આપી રહી છે.

China : કોરોના કાળમાં હંમેશા ચર્ચામાં રહેનાર ચીન હવે છેલ્લી પાટલી પર બેઠું છે. ટોચની યુનિવર્સિટીઓ(University) પણ ખોટા માર્ગ પર જઈ રહી છે. ચીનની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સેક્સની(Sex) લાલચ આપી રહી છે.
બધાને ખબર છે કે, ચીન તેની યોજનાઓ પૂર્ણ કરવા કરવા ગમે તે હદે ઉતરશે, હવે ત્યાંની ટોચની યુનિવર્સિટી પણ તેના માર્ગ પર શરૂ થઈ ગઈ છે. ચીનની ટોચની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે યુવતીનો ઉપયોગ કરી રહી છે, યુનિવર્સિટીઓ તેમનાં પોસ્ટરમાં(Poster) યુવતીઓનો ઉપયોગ કરીને સેક્સ માટે લાલચ આપવાની કોશિશ કરી રહી છે, જેથી લોભમાં આવીને વિદ્યાર્થીઓ (Student)અહીં પ્રવેશ મેળવે.
મહત્વપૂર્ણ છે કે,ચીનની નાનજિંગ યુનિવર્સિટીએ (Nanjing University)તેની ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટમાં (Advertisement) વાંધાજનક સાઇન બોર્ડ પોસ્ટ (post)કરાતા યુનિવર્સિટી પર લોકોનો રોષ જોવા મળ્યો હતો. ટીકાકારોનું માનવું છે કે, નાનજિંગ યુનિવર્સિટી મહિલાઓને વાંધાજનક તરીકે દર્શાવીને તેનું અપમાન કરી રહી છે.
વિવાદોમાં નાનજિંગ યુનિવર્સિટી
નાનજિંગ યુનિવર્સિટીએ ચીનની રાષ્ટ્રીય કોલેજ પ્રવેશ પરીક્ષા “ગાઓકો”(Gaoko) ની પરીક્ષા માટે ચાઇનીઝ એપ્લિકેશન વીબો (Vibo)પર એક જાહેરાત પોસ્ટ કરી હતી. જાહેરાતમાં યુનિવર્સિટીનાં કેમ્પસનાં (Campus) જુદા-જુદા ભાગોમાં વિદ્યાર્થીઓ હાથમાં સાઇન બોર્ડ (Sign Board) સાથે દર્શાવવામાં આવ્યા છે.
આ જાહેરાતમાં બે તસ્વીરની સૌથી વધુ ટીકા થઈ રહી છે, જેમાંએક ફોટામાં, એક સુંદર યુવતી દેખાય છે, જેના હાથમાં સાઇન બોર્ડ છે અને તેમાં લખ્યું હતું કે, શું તમે સવારથી રાત સુધી લાઇબ્રેરીમાં(library) મારી સાથે રહેવા માંગો છો ? અને બીજી તસવીરમાં (photos)યુવતીનો ફોટો છે અને તેમાં લખ્યું છે કે, શું તમે ઇચ્છો છો કે હું તમારી યુવાનીનો ભાગ બનું? . જો કે, અન્ય કેટલીક તસવીરોમાં પણ યુવકો સાઈન બોર્ડ સાથે જોવા મળે છે, પરંતુ તેમના પર કંઈપણ વાંધાજનક લખ્યું નથી.
એપ્લિકેશન(Application) વીબો પર પોસ્ટ કરવામાં આવેલી જાહેરાતમાં એક યુઝર્સ (Users)લખ્યું છે કે,”આ તસ્વીરની સમસ્યા એ છે કે, યુનિવર્સિટી મહિલાઓ સાથે આવો વ્યવહાર કરે છે, જેથી મહિલાઓ કોઈની સાથે જોડાય. આ મહિલાઓએ નાનજિંગ યુનિવર્સિટીમાં પોતાની જગ્યા બનાવી,પરંતુ હવે તે ‘બીજા કેટલાક યુવાનો’નો ભાગ બનશે, આ ખરેખર મૂર્ખતા છે.”