AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં 21 માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં 10ના મોત, 9 ઘાયલ

china news : શિનજિયાંગની રાજધાની ઉરુમકી સ્થિત 21 માળના એપાર્ટમેન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. આગ ઓલવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

ચીનમાં 21 માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં 10ના મોત, 9 ઘાયલ
ચીનમાં એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગImage Credit source: PTI File
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 10:41 AM
Share

ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા છે. શિનજિયાંગની રાજધાની ઉરુમકી સ્થિત 21 માળના એપાર્ટમેન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. આગ ઓલવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. સ્થાનિક સરકારે જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ કોઈપણ વ્યક્તિના જીવને કોઈ ખતરો નથી અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આના થોડા દિવસો પહેલા મધ્ય ચીનમાં એક વાણિજ્ય અને વેપાર કંપનીમાં લાગેલી આગમાં 38 લોકોના મોત થયા હતા. આ કેસમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. વૃદ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નબળા સુરક્ષા વ્યવસ્થાપન અને કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા ભ્રષ્ટાચારને કારણે ચીનમાં બિલ્ડિંગમાં આગ લાગવી સામાન્ય બની ગઈ છે.

બીજી તરફ ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને જોતા લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. ઝોંગઝોઉના આઠ જિલ્લાઓની કુલ વસ્તી લગભગ 66 લાખ છે અને ત્યાંના લોકોને ગુરુવારથી પાંચ દિવસ સુધી તેમના ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. શહેર સરકારે ચેપનો સામનો કરવા માટેની કાર્યવાહીના ભાગરૂપે ત્યાં વ્યાપક તપાસનો આદેશ આપ્યો છે.

ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે

ચીનમાં દરરોજ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ અઠવાડિયે, છ મહિના પછી, ચેપને કારણે મૃત્યુનો કેસ પણ સામે આવ્યો. દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,232 લોકોના મોત થયા છે. યુએસ અને અન્ય દેશોની તુલનામાં, ચીનમાં ચેપને કારણે મૃત્યુના ઓછા કેસ નોંધાયા છે, પરંતુ તેમ છતાં દેશની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીએ વાયરસને લઈને કોઈ ઢીલ નહીં રાખવાની નીતિ અપનાવી છે, જેના હેઠળ વિસ્તારોમાં કેસોની સંખ્યા વધી રહી છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.

લોકો પર કડક પ્રતિબંધો

ઝોંગઝોઉના બૈયુન જિલ્લામાં સોમવારે જ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી વ્યાપક તપાસ ન થાય ત્યાં સુધી લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, બેઇજિંગમાં આ અઠવાડિયે, એક પ્રદર્શન કેન્દ્રમાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને બેઇજિંગ ઇન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીમાં હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં ચેપનો એક કેસ સામે આવ્યો હતો. આ પહેલા રાજધાનીમાં શોપિંગ મોલ અને અન્ય ઓફિસો પણ બંધ રાખવામાં આવી હતી.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">