LAC અને રસી ડિપ્લોમસીમાં હાર બાદ ચીન ચોરી પર ઉતર્યું, SII-ભારત બાયોટેક પર કરે છે સાયબર એટેક

દુનિયાને કોરોના ચેપ આપી રહેલ ચીન નારાજ છે કે ભારત આ રોગ સામેના યુદ્ધમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે. રસી ડિપ્લોમસીમાં તે ભારતથી પણ પાછળ છે.

LAC અને રસી ડિપ્લોમસીમાં હાર બાદ ચીન ચોરી પર ઉતર્યું, SII-ભારત બાયોટેક પર કરે છે સાયબર એટેક
China
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 02, 2021 | 10:18 AM

સરહદમાં ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ ગયેલ ચીન હવે ભારત પર સાયબર એટેક કરવામાં વ્યસ્ત છે. ચીન દ્વારા પ્રાયોજિત હેકરોના જૂથે તાજેતરના સપ્તાહમાં ભારતમાં રસી નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને ભારત બાયોટેકની આઇટી સિસ્ટમને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાયબર ઇન્ટેલિજન્સ કંપની Cyfirma એ આ માહિતી ન્યૂઝ એજન્સી રોઇટર્સને આપી છે.

દુનિયાને કોરોના ચેપ આપી રહેલ ચીન નારાજ છે કે ભારત આ રોગ સામેના યુદ્ધમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે. રસી ડિપ્લોમસીમાં તે ભારતથી પણ પાછળ છે. વિશ્વમાં વેચાયેલા કુલ રસીઓમાં ભારત 60 ટકાથી વધુનું ઉત્પાદન કરે છે.

ગ્લોડમૈન સેક્સ સમર્થિત અને સિંગાપોર-ટોક્યો સ્થિત કંપની Cyfirmaએ કહ્યું છે કે, ચીની હેકિંગ ગ્રુપ APT10, જેને સ્ટોન પાંડા તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતની બાયોટેક અને દુનીયાની સૈથી મોટી વેક્સીન કંપની સીરમ ઈસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડીયાનાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલીક નબળાઇઓ હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

યુકેની વિદેશી ગુપ્તચર એજન્સી MI6 ના સીઇઓ અને Cyfirma ના સીઇઓ રિતેશે કહ્યું, “તેનો મુખ્ય હેતુ બૌદ્ધિક સંપત્તિમાં ઘુસણખોરી અને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી આગળ થવાનો છે.” તેમને કહ્યું કે APT10 SII ને બાર બાર ટારગેટ કરે છે. આ કંપની વિશ્વના અનેક દેશો માટે એસ્ટ્રાઝેનેકાની રસી ઉત્પન્ન કરી રહી છે અને ટૂંક સમયમાં નોવાવાક્સનું ઉત્પાદન કરશે.

રિતેશએ કહ્યું “સીરમ ઇન્સ્ટિટ્યૂટના કિસ્સામાં, તેમણે (હૈકર્સ) ને જોયું કે તેના કેટલાક પબ્લિક સર્વર્સ નબળા વેબ સર્વરો પર ચાલે છે,” તેમણે નબળા વેબ એપ્લિકેશન વિશે વાત કરી છે. તેઓ નબળા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છે, જે એક અલાર્મ છે. ”

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઇમાં ચીની હેકરોએ વિજળી ગુલ કરી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારના પાવર મંત્રીએ પણ કહ્યું છે કે આ વાત સાચી છે. જો કે કેન્દ્ર સરકારે આ વાતનો ઇનકાર કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">