પોતાની નીતિમાં જ ફસાઈ રહ્યું છે ચીન, ડ્રેગન હવે જન્મદર વધારવાના કરી રહ્યું છે પ્રયાસ

ચીનનો અગાઉ બનાવેલા એક બાળકના કાયદામાં ચીન પોતે ફસાતું જોવા મળી રહ્યું છે. આ કાયદાના કારણે સતત વસ્તીદર ઘટ્યો છે. જેને કારણે ચાઈનાનું યુવાધાન ઓછું થઇ રહ્યું છે.

પોતાની નીતિમાં જ ફસાઈ રહ્યું છે ચીન, ડ્રેગન હવે જન્મદર વધારવાના કરી રહ્યું છે પ્રયાસ
One child policy

ચીન (China) તેની વિવાદાસ્પદ એક-બાળક નીતિનો અંત લાવ્યાંના ચાર વર્ષથી વધુ સમય બાદ હવે દેશમાં ઘટી રહેલા જન્મ દરને વધારવા માટેના પગલાઓ પર વિચાર કરી રહ્યું છે. તેની વધતી જતી અર્થવ્યવસ્થા માટે ઓછા સંસાધનોના નામે ચીને દાયકાઓ સુધી વધારાના બાળકોના જન્મ ઉપર સખત નિયંત્રણ રાખ્યું હતું.

જો કે, ઘટી રહેલો જન્મ દર હવે આર્થિક પ્રગતિ અને સામાજિક સ્થિરતા માટે એક મોટો ખતરો બની ગયો છે. રાષ્ટ્રીય આરોગ્ય આયોગે ગુરુવારે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે તે “જન્મ ક્ષમતા વધારવા માટે સંશોધન કરશે.”

કમિશને જણાવ્યું હતું કે આ પહેલ અંતર્ગત સૌ પ્રથમ દેશના પૂર્વવર્તી ઓદ્યોગિક ક્ષેત્રના ઉત્તર-પૂર્વ તરફ ધ્યાન દેવાશે. ત્યાં જનસંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કેમ કે યુવાનો અને પરિવારો સારી તકો માટે અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. આ ક્ષેત્રમાં ત્રણ પ્રાંત લાયોનીંગ, જિલિન અને હીડલોંગજિયાંગનો સમાવેશ થાય છે. 2019 માં સતત સાતમા વર્ષે વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ચીનનો અગાઉ બનાવેલા કાયદામાં ચીન પોતે ફસાતું જોવા મળી રહ્યું છે. ચીને અગાઉ એક બાળક નીતિ બનાવી હતી. જેનો અંત ચાર વર્ષ અગાઉ લાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાના કારણે સતત વસ્તીદર ઘટ્યો છે. જે હવે આર્થિક પ્રગતી અને સામાજિક સ્થિરતા માટે ખાતરી બની ગઈ છે. આ નીતિના કારણે હવે ચીનમાં વૃદ્ધની સંખ્યા વધી ગઈ છે જ્યારે યુવા શક્તિ ઘટી રહી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati