Breaking News : સંબંધોમા તિરાડ! પાકિસ્તાનના મોટા પ્રોજેક્ટમાંથી દુર થયું ચીન, જાણો કેમ ?
ML-1 પ્રોજેક્ટમાંથી અલગ થવાનો નિર્ણય ચીને અચાનક લીધો નથી. આ પ્રોજેક્ટની નાણાકીય સ્થિતિ અંગે ચીનની ચિંતાઓ વધી રહી હતી. ખાસ કરીને પાકિસ્તાનની બગડતી નાણાકીય સ્થિતિ અને લોન ચૂકવવામાં તેની મુશ્કેલીઓ છે.

ચીન પાકિસ્તાન સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે, પરંતુ હાલમાં આ સંબંધોમાં તિરાડ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે, પાકિસ્તાને પોતાના જૂના રેલવે નેટવર્કની પ્રગતિ માટે ચીન બદલે એશિયાઈ વિકાસ બેન્ક પાસેથી મદદ લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને ADB પાસેથી 2 અરબ ડોલરની લોન કરાંચી-રોહરી રેલવે સેક્શનને સુંદર બનાવવા માટે માંગ્યા છે. આ એજ ML-1 પ્રોજેક્ટ છે. જે ને એક સમયે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો સૌથી મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવતો હતો.
ચીને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો લાગ્યો
ચીને પાકિસ્તાનમાં પોતાના એક મહત્વના પ્રોજેક્ટમાંથી દુર થયું છે. ત્યારબાદ પાકિસ્તાને હવે તેના રેલ્વે નેટવર્કના આ મોટા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નો સંપર્ક કર્યો છે. આ એ જ પ્રોજેક્ટ છે જેને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નું કેન્દ્ર માનવામાં આવતું હતું.
ચીન આ પ્રોજેક્ટમાંથી દુર થવું પાકિસ્તાનની આર્થિક સ્થિતિની ચિંતાઓને ઉજાગર કરે છે.આને લઈ અનેક પ્રકારની અટકળો પણ ચાલી રહી છે કે, આખરે કેમ ચીને પાકિસ્તાનના આ પ્રોજેક્ટમાંથી દુર થયું છે. પરંતુ ચીને પ્રોજેક્ટમાંથી પાછળ હટવાનો નિર્ણય અચાક લીધો નથી. માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ અને દેણું ચૂકવવાની મુશ્કેલી ચીન માટે મોટી મુસીબત ઉભી કરી શકે છે. ચીન પહેલા જ પાકિસ્તાનમાં અરબો ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે. જેમાં ચીનને પાકિસ્તાનમાંથી પૈસા પરત લેવામાં ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન પોતાની અર્થવ્યવસ્થાના દબાવને જોતા વધારે જોખમ કે, મોટું રોકાણ કરવાથી દુર થયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, જ્યારે આર્થિક સ્થિતિ ખતરામાં હોય તો કોઈ રિસ્ક લેવા માંગે નહી.
ML-1 નું મહત્વ
બલુચિસ્તાનમાં આવેલી રેકો દિક તાંબા અને સોનાની ખાણ પાકિસ્તાનના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ખાણમાંથી મોટા પ્રમાણમાં ખનિજો મળવાની અપેક્ષા છે, પરંતુ જૂની રેલ્વે લાઇન એટલી મજબૂત નથી કે તે મોટા પાયે ખનિજોનું પરિવહન કરી શકે.આ માટે ML-1 રેલવે લાઈનને અપગ્રેડ કરવી ખુબ જરુરી છે. આ કારણે ADBએ માત્ર ML-1 પ્રોજેક્ટમાં રુચિ દેખાડી પરંતુ તેમણે રેકો દિક ખાણ માટે 410 મિલિયનની સહાય આપવાનું પણ વચન આપ્યું છે.
