China: ચીનમાં મોટી દુર્ઘટના, જીમની છત તૂટતા વોલીબોલ ટીમના ખેલાડીઓ સહિત 11 લોકોના મોત
ચીનના કિકિહાર શહેરમાં જીમવાળી શાળાની છત ધરાશાયી થતાં અનેક યુવા મહિલા વોલીબોલ ખેલાડીઓ સહિત 11 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સ્કૂલમાં 19 લોકો હાજર હતા, જેમાંથી 5 ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
ચીનના (China) ઉત્તર-પૂર્વ રાજ્યમાં છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં બાળકો સહિત 11 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં મોટા ભાગના બાળકો છે. ચીનના કિકિહાર શહેરમાં જીમવાળી શાળાની છત ધરાશાયી થતાં અનેક યુવા મહિલા વોલીબોલ ખેલાડીઓ સહિત 11 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સ્કૂલમાં 19 લોકો હાજર હતા, જેમાંથી 5 ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
ટીમના કોચ પણ કાટમાળ નીચે દટાઈ જવાના સમાચાર
આ ઘટનામાં વોલીબોલની ટીમના કોચ પણ કાટમાળ નીચે દટાઈ જવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તૂટી પડેલી છત અને અન્ય ખેલાડીઓ સ્થળ પર એકઠા થતા જોઈ શકાય છે. આ ઘટના ઉત્તર-પૂર્વ ચીનના હેલોંગજિયાંગ પ્રાંતમાં સ્થિત કિકિહારમાં બની હતી.
શાળાની ઇમારતની છત પર અમુક સામાન ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો
આ ઘટના લોંગશા જિલ્લાની 34 નંબર મિડલ સ્કૂલમાં બની હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ તાજેતરમાં એક સ્પર્ધામાંથી પરત ફર્યા હતા. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે શાળાની ઇમારતની છત પર અમુક સામાન ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો, જે વરસાદ પછી ભીની થયો અને તેના કારણે તે વજન વધી ગયું હતું. વજન વધવાના કારણે અચાનક છત તૂટીને નીચે પડી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાની નૌકાદળને તૈયાર કરી રહ્યું છે ચીન, પાડોશી દેશ માટે ખતરાની ઘંટડી!
તમને જણાવી દઈએ કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની માલિકીના અખબાર બેઈજિંગ ન્યૂઝે પોતાના સંપાદકીયમાં અકસ્માતની નિંદા કરી છે. તેમાં બાંધકામની દેખરેખ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટના બાદ મૃતકના પિતાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેણે પ્રશાસન પર સવાલો ઉભા કર્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો