Canada: જંગલની આગ નિયંત્રણ બહાર, કેનેડિયન શહેરને ખાલી કરવાનો આદેશ

કેનેડામાં (Canada) જંગલમાં લાગેલી આગને લઈ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્થળાંતર અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી છે. લોકોને કોમર્શિયલ એરલાઈન્સ અને રોયલ કેનેડિયન એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પ્રધાન શેન થોમ્પસને બુધવારે જણાવ્યું હતું કે આગ શહેર માટે મોટો ખતરો છે.

Canada: જંગલની આગ નિયંત્રણ બહાર, કેનેડિયન શહેરને ખાલી કરવાનો આદેશ
Canadian City Yellowknife
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 9:44 PM

કેનેડાના (Canada) નોર્થવેસ્ટ ટેરિટરીઝની રાજધાની યેલોનાઈફ તરફ જંગલની આગ આગળ વધી રહી છે. પ્રશાસને બુધવારે ભયની આશંકાને ધ્યાનમાં રાખીને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લોકોને શહેરમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. શહેરથી દક્ષિણ તરફ જતા એકમાત્ર હાઈવે પર કારની લાંબી કતારો લાગી ગઈ હતી. આગના ધુમાડા હાઈવે પર ઝીરો વિઝિબલિટીના દ્રશ્યો સર્જાય હતા. એરોપ્લેનમાંથી પાણીનો વરસાદ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જસ્ટિન ટ્રુડોએ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓની બોલાવી બેઠક

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્થળાંતર અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી છે. લોકોને કોમર્શિયલ એરલાઈન્સ અને રોયલ કેનેડિયન એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા એરલિફ્ટ કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં યેલોનાઈફમાંથી ખાલી કરાવવાનું કામ પૂર્ણ થવાની ધારણા છે. યલોનાઈફની વસ્તી આશરે 20,000 છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત તે જ લોકો કે જેમની પાસે માર્ગ દ્વારા જવાનો વિકલ્પ નથી અથવા જેઓ બીમાર છે અથવા નબળા છે તેઓએ ખાલી કરાવવાની ફ્લાઈટ્સ માટે નોંધણી કરાવવી જોઈએ. આગ હાલમાં ઉત્તર પશ્ચિમ પ્રદેશોની રાજધાની યેલોનાઈફથી 10 માઈલ દૂર છે.

લોકોને બહાર કાઢવાનું કામ શુક્રવાર સુધીમાં પૂર્ણ થાય તેવી આશા

પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી શેન થોમ્પસને બુધવારે જણાવ્યું હતું કે, આગ શહેર માટે મોટો ખતરો છે. વહીવટીતંત્રે રહેવાસીઓને શહેરની બહાર ગ્રેટ સ્લેવ લેકના ટાપુઓ પર આશ્રય ન લેવાની ચેતવણી પણ આપી હતી. કારણ કે આગ નજીક આવવાથી વિસ્તારની હવા પ્રદૂષિત થઈ શકે છે. ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાંથી સ્થળાંતર કરનારાઓને પડોશી પ્રાંત આલ્બર્ટાના ત્રણ કેન્દ્રો પર રાખવામાં આવી રહ્યા છે.

સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો
કેટલા રૂપિયાની નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી ?
લીલું લસણ ખાવાના છે અદભૂત ફાયદા ! જાણીને આજથી જ ખાવાનું શરુ કરી દેશો
સલમાન ખાન ખૂબ જ લગ્ઝરી લાઈફ જીવે છે, જુઓ ફોટો
B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ

આલ્બર્ટામાં સમુદાય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કેનેડિયન ઈન્ટરએજન્સી ફોરેસ્ટ ફાયર સેન્ટરના જણાવ્યા મુજબ કેનેડામાં આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં જંગલમાં આગ જોવા મળી છે. ગુરુવાર સુધીમાં દેશભરમાં 1,053 જંગલમાં આગ સળગી રહી હતી, જેમાંથી અડધાથી વધુ નિયંત્રણ બહાર હતી.

આ પણ વાંચો : America: રાષ્ટ્રપતિ બનવાની રેસમાં આ ભારતીય, ઈલોન મસ્ક પણ કરી રહ્યા છે તેમની પ્રશંસા, જાણો કોણ છે

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">