Canada Temple Attack : કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરમાં મહિલાઓ અને બાળકો પર કર્યો હુમલો, જસ્ટિન ટ્રુડોએ આપી આ પ્રતિક્રિયા
Canada Temple Attack : કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક મામલા સામે આવ્યા છે. કેનેડામાં વારંવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્યારેક મંદિરોની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવે છે.
કેનેડામાં હિંદુઓની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. તેમને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરનો મામલો બ્રામ્પટનનો છે, જ્યાં ખાલિસ્તાનીઓએ બ્રામ્પટનના હિન્દુ સભા મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે બ્રામ્પટનના હિન્દુ સભા મંદિરમાં જે હિંસાની ઘટનાઓ બની તે અસ્વીકાર્ય છે.
તેમણે કહ્યું કે, કેનેડામાં રહેતા તમામ નાગરિકો તેમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. હું પીલ પ્રાદેશિક પોલીસનો હિંદુ સમુદાયના રક્ષણ અને આ ઘટનાની તપાસ કરવા માટે તેમના ત્વરિત પ્રતિભાવ બદલ આભાર માનું છું.
ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ મંદિર પર હુમલો કર્યો
હકીકતમાં, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર અચાનક હુમલો કર્યો. વિજય જૈન નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે કેનેડાની પીલ પોલીસને જાણ કરી હતી. જૈને કહ્યું પોલીસ ક્યાં છે? હિંદુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ ભક્તો પર હુમલો કરી રહ્યા છે. જૈને ટ્વિટમાં કેનેડાના પીએમને પણ ટેગ કર્યા છે. આ પછી તરત જ પોલીસ પહોંચી અને મામલો થાળે પાડ્યો.
The acts of violence at the Hindu Sabha Mandir in Brampton today are unacceptable. Every Canadian has the right to practice their faith freely and safely.
Thank you to the Peel Regional Police for swiftly responding to protect the community and investigate this incident.
— Justin Trudeau (@JustinTrudeau) November 3, 2024
(Credit Source : @JustinTrudeau)
નીતિન ચોપરા નામના વ્યક્તિએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં હિંસા અને નફરતના કૃત્યો સ્વીકાર્ય નથી. આજે કેનેડાના બ્રામ્પટનમાં ખાલિસ્તાની હિંસક કટ્ટરપંથીઓએ હિન્દુ સભા મંદિર પર હુમલો કર્યો હતો. આને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. શીખ અને હિંદુ સમુદાય આ હિંસાના કૃત્યની નિંદા કરે છે.
Sikh & Hindu Communities condemning this act of hate, violence & extremism https://t.co/lAovPLk7kg
— Nitin Chopra (@chopsnitin) November 3, 2024
(Credit Source : @chopsnitin)
ખાલિસ્તાનીઓએ રેડ લાઈન ક્રોસ કરી દીધી : ચંદ્ર આર્ય
નેપિયન સાંસદ ચંદ્ર આર્યએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આજે ખાલિસ્તાની સમર્થકોએ રેડ લાઈન ક્રોસ કરી છે. હિન્દુ સભા મંદિરની અંદર હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પરનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો ઊંડો બની ગયો છે. ખાલિસ્તાનીઓએ અમારી કાયદાકીય એજન્સીઓમાં સંપૂર્ણપણે ઘૂસણખોરી કરી છે.
તેમણે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને કેનેડામાં મુક્તિ મળી રહી છે. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે આપણા સમુદાયની સુરક્ષા માટે હિંદુ-કેનેડિયનોએ આગળ આવવું પડશે અને તેમના અધિકારોનો દાવો કરવો પડશે અને રાજકારણીઓને જવાબદાર ઠેરવવા પડશે.
A red line has been crossed by Canadian Khalistani extremists today. The attack by Khalistanis on the Hindu-Canadian devotees inside the premises of the Hindu Sabha temple in Brampton shows how deep and brazen has Khalistani violent extremism has become in Canada. I begin to feel… pic.twitter.com/vPDdk9oble
— Chandra Arya (@AryaCanada) November 3, 2024
(Credit Source : @AryaCanada)
આ પહેલી ઘટના નથી
કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક મામલા સામે આવ્યા છે. કેનેડામાં વારંવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્યારેક મંદિરોની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવે છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત બાદ ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં આવી ગતિવિધિઓ વધારી દીધી છે. જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ વર્ષે જુલાઈમાં એડમન્ટનમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડના ઘણા કિસ્સા નોંધાયા હતા. લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું. તેના ગેટ અને પાછળની દિવાલ પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. તેના પર હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ લગાવવામાં આવી હતી. સરેમાં લક્ષ્મી નારાયણ મંદિર એ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં સૌથી જૂનું અને સૌથી મોટું હિન્દુ મંદિર છે.