Corona Latest Update: કોરોનાના વધતા કેસને લઈને કેનેડાએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

કોરોના મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્ર્મણથી આ પાંચમી વખત પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે, જે કેનેડામાં 22 એપ્રિલના રોજ પ્રથમ વાર લાદવામાં આવ્યો હતો.

Corona Latest Update: કોરોનાના વધતા કેસને લઈને કેનેડાએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 6:55 AM

Corona Latest Update: કોરોનાના વધતા જતા કેસોને કારણે સોમવારે મોટો નિર્ણય લેતા કેનેડાની (Canada) સરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધને(Flight Ban) વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. ફેડરલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે આવતા મહિને 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કોરોના મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્ર્મણને લઈને આ પાંચમી વખત પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. કેનેડામાં 22 એપ્રિલના રોજ પ્રથમ વખત પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. 19 જુલાઈના રોજ કેનેડાની સરકારે 21 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રતિબંધ જાહેર આરોગ્ય સલાહ પર લંબાવવામાં આવ્યો છે.

જાહેર આરોગ્ય સલાહ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હતો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ ઉપરાંત કેનેડાની સરકારે કહ્યું હતું કે તેણે ઈન્ડાયરેક્ટ રૂટથી ભારતથી કેનેડા જતા મુસાફરો માટે ત્રીજા દેશની પ્રિ-ડિપાર્ચર કોવિડ -19 ટેસ્ટ સંબંધિત જરૂરિયાતમાં પણ વધારો કર્યો છે. કેનેડા માટે પ્રસ્થાનના બીજા પોઇન્ટ સાથે જોડાયેલા ભારતના મુસાફરોને કેનેડાની મુસાફરી ચાલુ કરતા પહેલા ફરજિયાત પ્રિ-ડિપાર્ચર કોવિડ -19 નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજીયાત રહેશે.

આ ઉપરાંત, કેનેડાની સરકારે કહ્યું કે જો દેશમાં કોરોનાની સ્થિતિ સારી રહે તો 7 સપ્ટેમ્બરથી દેશની સરહદો ફૂલી વેક્સીનેટેડ યાત્રીઓ માટે ખોલી દેશે. જેને કેનેડામાં પ્રવેશ કરતા પહેલા ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કેનેડાની સ્વીકૃત વેકેસીનનો કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ. આ સાથે જ ચોક્કસ પ્રવેશ જરૂરિયાતોને પૂર્ણ કરવાની રહેશે.

આ પણ  વાંચો : Farmers Protest: મહિલા સંસદ સાથે જંતરમંતર પર ખેડૂતોના ધરણાનો આવ્યો અંત, દિલ્લી સરહદ પર ચાલુ રહેશે પ્રદર્શન

આ પણ  વાંચો : AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શનના કેસોમાં PASA ની કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, જાણો સમગ્ર વિગત

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">