AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલા! સ્વીડનમાં ટેરેરિસ્ટ એલર્ટ જાહેર, ડેનમાર્કે સરહદો પર સુરક્ષા વધારી

ઇસ્લામિક દેશો તરફથી એવી માંગ કરવામાં આવી છે કે આ યુરોપિયન દેશોએ ધાર્મિક ગ્રંથોના અપમાન માટે સજાની જોગવાઈ કરવી જોઈએ. ઈરાન સહિત ઘણા મુસ્લિમ દેશોએ કુરાનનું અપમાન કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલા! સ્વીડનમાં ટેરેરિસ્ટ એલર્ટ જાહેર, ડેનમાર્કે સરહદો પર સુરક્ષા વધારી
Sweden Denmark
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:23 PM

Sweden-Denmark: સ્વીડન-ડેનમાર્કમાં કુરાનની નકલો સળગાવવાની ઘટનાઓ બાદ આ દેશોમાં ભયનો માહોલ છે. કુરાન સળગાવવાની ઘટનાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થયો હતો. ઇસ્લામિક અને બિન-ઇસ્લામિક દેશોએ તેની ટીકા કરી હતી. મુસ્લિમ સમાજમાં રોષ છે. યુરોપિયન દેશોમાં આ ઘટનાઓ અંગે આતંકવાદી સંગઠનોએ કથિત રીતે ચેતવણી પણ આપી છે. આ દરમિયાન સ્વીડને લેવલ-2 ટેરરિસ્ટ એલર્ટ જાહેર કર્યું છે. ડેનમાર્કે પણ તેની સરહદો પર સુરક્ષા વધારી દીધી છે. આતંકવાદી સંગઠનો બદલાની ભાવનાથી હુમલા કરે તેવો ભય છે.

સ્વીડન-ડેનમાર્ક કુરાનની નકલોને બાળી નાખનારા ગુનેગારોનો ગઢ છે. આ દેશોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે લગભગ દર વર્ષે આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોના અપમાન સામે એવો કોઈ કાયદો નથી, જેના હેઠળ કાર્યવાહી કરવામાં આવે. સ્વીડનની એક કોર્ટે પણ ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા ખુલી છૂટ આપી છે. આ અંગે સ્વીડનમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. કોર્ટે પોતે જ મંજૂરી આપી દીધી હતી.

સ્વીડનમાં ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલા!

ઇસ્લામિક દેશો તરફથી એવી માગ કરવામાં આવી છે કે આ યુરોપિયન દેશોએ ધાર્મિક ગ્રંથોના અપમાન માટે સજાની જોગવાઈ કરવી જોઈએ. ઈરાન સહિત ઘણા મુસ્લિમ દેશોએ કુરાનનું અપમાન કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. જો સ્થાનિક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કટ્ટરપંથી રાજકીય પક્ષો દ્વારા મતની લાલસામાં ચૂંટણીની આસપાસ આવા બનાવોને અંજામ આપવામાં આવે છે. સ્વીડનની સુરક્ષા એજન્સી SAPO સિક્યુરિટી સર્વિસે 1-5ના સ્કેલ પર ખતરો 3 થી વધારીને 4 કર્યો. આ દર્શાવે છે કે સ્વીડનમાં કોઈપણ સમયે હુમલા થઈ શકે છે.

પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ
તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો

બ્રિટન-અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી

સ્વીડિશ સેનાએ પણ હુમલાની આશંકા વ્યક્ત કરી છે. બ્રિટન, અમેરિકાએ તેમના નાગરિકોને ચેતવણી આપી છે. સંભવિત આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને બ્રિટિશ અને અમેરિકન નાગરિકોને આ દેશોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. સ્વીડન-ડેનમાર્કમાં ધાર્મિક ગ્રંથોના અપમાનને વિશ્વ ઉદારવાદી માને છે. જો કે કુરાનની અપવિત્રતાને કારણે મુસ્લિમ સમુદાય નારાજ છે. 2017માં સ્વીડનમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા. અહીં ઉઝબેકિસ્તાનથી આવેલા એક પ્રવાસીએ પાંચ લોકોને ટ્રક વડે કચડી નાખ્યા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">