પ્લેનમાં હવે ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’થી નહીં થાય એનાઉસમેન્ટ, આ એરવેઝે ક્રૂ મેમ્બરને આપ્યો નિર્દેશ

TV9 GUJARATI

|

Updated on: Oct 10, 2021 | 7:47 PM

જાપાનની (Japan) જાપાન એરલાઇન્સે (Japan Airlines) ગયા વર્ષે સકારાત્મક માહોલ બનાવવા અને તમામ લોકો સાથે આદર સાથે વર્તવાનું શરૂ કરવા માટે જેન્ડર-ન્યુટ્ર્લ શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે.

પ્લેનમાં હવે 'લેડીઝ એન્ડ જેન્ટલમેન'થી નહીં થાય એનાઉસમેન્ટ, આ એરવેઝે ક્રૂ મેમ્બરને આપ્યો નિર્દેશ
File photo

Follow us on

વિમાનમાં મુસાફરી દરમિયાન તમે મુસાફરોને કેબિન ક્રૂ દ્વારા ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’ કહેતા સાંભળ્યા જ હશે. પરંતુ બ્રિટન (Britain)માં હવે આ પ્રથા પર પ્રતિબંધ મુકવાની તૈયારી છે. હકીકતમાં બ્રિટિશ એરવેઝે  (British Airways) પાઈલટ્સ અને કેબિન ક્રૂને વિવિધતા અને સમાવેશની ઉજવણીના પ્રયાસમાં મુસાફરોને ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’ ન કહેવાની સૂચના આપી છે.

બ્રિટિશ સરકાર દ્વારા સંચાલિત ફ્લેગશિપ કેરિયરે વધુ જેન્ડર-ન્યુટ્ર્લ શબ્દોની (Gender-Neutral Terms) સમર્થન કરીને આ રીતે મુસાફરોની શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ વ્યાપક સામાજિક ધોરણોનું સન્માન કરવા અને બાળકોને મહેસુસ કરાવવા માટે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દેશોમાં આવા પગલા લેવામાં આવ્યા છે. જર્મનીની લુફથાન્સા એરલાઈન્સ, સ્વિટ્ઝરલેન્ડની ઈઝીજેટ એરલાઈન્સ અને કેનેડાની એર કેનેડા સહિત અન્ય મોટી એરલાઈન્સે જેન્ડર-ન્યુટ્ર્લ ભાષા અપનાવી છે. જાપાન એરલાઈન્સે ગયા વર્ષે જેન્ડર-ન્યુટ્ર્લ શબ્દોનો ઉપયોગ સકારાત્મક વાતાવરણ બનાવવા અને તમામ લોકો સાથે આદર સાથે વ્યવહાર કરવા માટે શરૂ કર્યો હતો.

અમેરિકી એરલાઈન જેન્ડર-ન્યૂટ્રલ શબ્દોનો પણ ઉપયોગ કરશે

ઓસ્ટ્રેલિયન એરલાઈન ક્વાન્ટાસે 2018માં કર્મચારીઓને જેન્ડર-ન્યુટ્ર્લ શબ્દોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે સમાવેશી ભાવનાની પહેલ શરૂ કરી હતી. તે જ સમયે અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સ ટૂંક સમયમાં જ તમામ મુસાફરો અને કર્મચારીઓ માટે સલામત, આરામદાયક અને પ્રતિષ્ઠિત જગ્યા બનાવવા માટે ઓનબોર્ડ ઘોષણાઓ દરમિયાન જેન્ડર આધારિત શબ્દોનો ઉપયોગ બંધ કરશે. તેના બદલે જેન્ડર-ન્યુટ્ર્લ શબ્દો મુસાફરો અને કર્મચારીઓ માટે ઉપયોગમાં લેવાશે.

બદલાતો સમય દેખાડે છે બદલાવ

બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમે વિવિધતા અને સમાવેશની ઉજવણી કરીએ છીએ અને અમારા તમામ ગ્રાહકો જ્યારે અમારી સાથે મુસાફરી કરે ત્યારે સારું લાગે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ. એડવર્ટાઈઝિંગ એજન્સી WPPના સ્થાપક સર માર્ટિન સોરેલે ધ સન્ડે ટેલિગ્રાફને જણાવ્યું હતું કે મુસાફરોને હવે પરંપરાગત શુભેચ્છાનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું ભલે તે નસીબદાર હોય કે કમનસીબ, તે સમયની નિશાની છે.

 આ પણ વાંચો : China Energy Crisis: દાયકા બાદ સૌથી મોટા વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ચીન, ઘણા શહેરમાં ફેક્ટરી કરવામાં આવી બંધ, જાણો શું છે તેની હાલત

આ પણ વાંચો : OMG ! 15 વર્ષની ઉંમરમાં બની માતા, 32 વર્ષે બની દાદી, ગજબની છે આ મહિલાની ઉપલબ્ધીઓ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati