AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુનિયાને ચેતવણી, જો સંકટ બંધ ન થયું તો કરોડો લોકો ગરીબીમાં ઘકેલાશે

નેધરલેન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંકટને લઈ મોટી ચેતવણી આપતા કહ્યું કે, કોરોના,યુદ્ધ અને ઉર્જા સંકટ દુનિયાને આપત્તિઓના દાયકા તરફ ધકેલી રહ્યું છે. તેમણે કહ્યું કે જો પરિસ્થિતિ નહીં બદલાય તો લાખો લોકો ફરીથી ગરીબીમાં ફસાઈ શકે છે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુનિયાને ચેતવણી, જો સંકટ બંધ ન થયું તો કરોડો લોકો ગરીબીમાં ઘકેલાશે
જ્યારે પણ પ્રધાનમંત્રી પ્રવાસ કરે છે, ત્યારે તેમને અનેક ભેટોથી સન્માનિત કરવામાં આવે છે. તેમને ઘણીવાર પરંપરાગત ઔપચારિક વસ્ત્રો, ચિત્રો, લોક કલા કલાકૃતિઓ અને અન્ય વિવિધ મૂલ્યવાન ભેટો આપવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રધાનમંત્રી આ ભેટોનું શું કરે છે? ચાલો તમને જણાવીએ કે પ્રધાનમંત્રી તેમને મળેલી ભેટોનું શું કરે છે.
| Updated on: May 17, 2026 | 9:56 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક સંક્ટ અને વધતા જંગની આશંકાએને લઈ દુનિયાને મોટી ચેતવણી આપી છે. નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને કહ્યું કે, દુનિયા સંકટોમાં ઝઝુમી રહી છે. જો આ પરિસ્થિતિ જલ્દી સુધરશે નહી તો કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી, યુદ્ધ અને ઉર્જા સંકટે દુનિયાને આપદાઓના દશકો તરફ ઘકેલ્યું છે.

કોરોના બાદ યુદ્ધ હવે ઊર્જા કટોકટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, પહેલા કોરોના વાયરસની મહામારી આવી ત્યારબાદ અલગ અલગ ક્ષેત્રમાં યુદ્ધ શરુ થયું. હવે દુનિયા ઉર્જા સંકટનો સામનો કરી રહી છે. તેમણે ખાસ રીતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન પર અમેરિકા ઈઝરાયલના હુમલા બાદની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો આ સંકટો પર જલ્દી કાબુમાં ન આવ્યું તો દુનિયાની મોટા ભાગના લોકો ગરીબી અને આર્થિક અસ્થિરતાની ઝપેટમાં આવી શકે છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘુ, સરકારે બચતની અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચેતવણી એવા સમયે આપી છે. જ્યારે ભારતમાં ઉર્જા સંકટની અસર જોવા મળી છે. 4 વર્ષ બાદ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રુપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં લોકોને ઈંધણ બચાવવાની સાર્વજનિક પરિવહનનો ઉપયોગ વધારવાની તેમજ વિદેશ યાત્રા સીમિત કરવાની અપીલ કરી હતી.પીએમ મોદી પાંચ દેશોના પ્રવાસ પર છે.પ્રધાનમંત્રી મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં 15 મે, 2026 ના રોજ નેધરલેન્ડ પહોંચ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે,આજે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતના લોકોના સપના અને આકાંક્ષાઓ ઘણી મોટી થઈ ગઈ છે. તેથી, દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. મોદીએ કહ્યું કે ભારતનું આ જ વિઝન દેશના લોકશાહીને મજબૂત બનાવી રહ્યું છે.ટેકનોલોજીકલ સહયોગ, સેમિકન્ડક્ટર ઉત્પાદન, ગ્રીન એનર્જી અને પાણી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો હતો. બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા, જે આગામી વર્ષોમાં વૃદ્ધિ, રોજગાર અને વૈશ્વિક સહયોગને નવી ગતિ આપશે.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">