AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લદ્દાખ ના નક્શા મુદ્દે ભારતે ચીનને રોકડુ પરખાવ્યુ, કહ્યુ “તમારા કહેવાથી તથ્યો નહીં બદલાય, લદ્દાખ અમારો અવિભાજ્ય હિસ્સો”

ભારત સરકારના ગૃહ મંત્રાલયે તાજેતરમાં લદ્દાખમાં આવેલા 28 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓ માટે પ્રમાણભૂત નામો નક્કી કરવાની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ સ્થળોની નોંધ 'સર્વે ઓફ ઈન્ડિયા'ના અધિકૃત નકશાઓમાં કરવામાં આવી છે.

Breaking News: લદ્દાખ ના નક્શા મુદ્દે ભારતે ચીનને રોકડુ પરખાવ્યુ, કહ્યુ તમારા કહેવાથી તથ્યો નહીં બદલાય, લદ્દાખ અમારો અવિભાજ્ય હિસ્સો
| Updated on: Oct 13, 2026 | 6:20 PM
Share

લદ્દાખના 28 સ્થાનોને સત્તાવાર નામ દેવાના ભારતના નિર્ણય પર ચીનની આપત્તિ બાદ હવે નવી દિલ્હીએ બૈજિંગને રોકડુ પરખાવતા સ્પષ્ટ કહ્યુ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. અને ચીન તરફથી કરવામાં આવેલા કોઈપણ દાવા કે ઈનકારથી આ હકીકત બદલી નથી જવાની.

ક્યારે બદલાયુ નામ?

ભારત સરકારના ગૃહમંત્રાલયે હાલમાં જ લદ્દાખના 28 સ્થાનો અને ભૌગોલિક વિશેષતાઓને નક્શામાં નામ આપવાની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર આ સ્થાનોને સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નક્શામાં દર્શાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ પ્રશાસન અને સ્થાનિક હિતધારકો સાથે પરામર્થ કર્યા બાદ પુરી કરવામાં આવી છે. સરકારનું કહેવુ છે કે તેનો ઉદ્દેશ્ય આ સ્થાનોની સાચી ઓળખ સુનિશ્ચિત કરવી અને આમ લોકોમાં તેના વિશે યોગ્ય જાગૃતિ વધારવાનો છે.

ભારતના આ પગલા સામે ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ચીન કહેવાતા ‘કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ’ને માન્યતા આપતું નથી અને ભારત દ્વારા જાહેર કરાયેલા કહેવાતા પ્રમાણિત નામોનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે ભારતનું આ પગલું ‘ગેરકાયદેસર અને અમાન્ય’ છે અને તેનાથી વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી.

ચીન તરફથી શું કહેવાયુ?

માઓ નિંગે એ પણ કહ્યુ કે ભારત જે વિસ્તારોનો ઉલ્લેખ કરી રહ્યુ છે તે પૈકી કેટલાક એવા વિસ્તારો પણ છે જેને ચીન પોતાના નિયંત્રણ હેઠળ માને છે. ચીની પક્ષનું કહેવુ છે કે પશ્ચિમી સેક્ટરમાં ચીન-ભારત સીમા સાથે જોડાયેલા સંબંધિત ક્ષેત્ર હંમેશા ચીનના રહ્યા છે. તો ભારતે સ્પષ્ટ કર્યુ કે તેના કર્યું છે કે લદ્દાખમાં આવેલા સ્થળોને તેના અધિકૃત નકશામાં દર્શાવવા એ સંપૂર્ણપણે એક આંતરિક અને કાયદેસરનું વહીવટી પગલું છે.

શું ટ્રમ્પને હવે ભારતીયોની સફળતા ખટકવા લાગી? PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાથી મૂળ અમેરિકી નાગરિકોને કોઈ લાભ થશે ખરો?- વાંચો

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
g clip-path="url(#clip0_868_265)">