AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પ્રિન્સ ચાર્લ્સનો થયો રાજ્યાભિષેક , ન્યાય અને દયા સાથે શાસન કરવાનું આપ્યું વચન

બ્રિટનના રાજા ચાર્લ્સને શનિવારે વેસ્ટમિંસ્ટર એબી ખાતે તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેમણે બ્રિટનના લોકો પર ન્યાય અને દયા સાથે શાસન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં જોવામાં આવી રહ્યો છે.

Breaking News: પ્રિન્સ ચાર્લ્સનો થયો રાજ્યાભિષેક , ન્યાય અને દયા સાથે શાસન કરવાનું આપ્યું વચન
King Charles Coronation vow to rule with justice and kindness
| Updated on: May 06, 2023 | 5:28 PM
Share

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે શાહી તાજ પહેર્યો. રાજા ચાર્લ્સ સાથે, ક્વીન કોન્સોર્ટ કેમિલાને પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. શાહી તાજ પહેરતા પહેલા, તેમણે શપથ લીધા. આ શપથમાં તેમણે કહ્યું હતું કે તેઓ બ્રિટનના તમામ લોકો પર ન્યાય અને દયાથી શાસન કરશે.

કિંગ ચાર્લ્સે એમ પણ કહ્યું કે તેઓ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે જ્યાં તમામ ધર્મ અને આસ્થાના લોકો મુક્તપણે રહી શકે. રાણી કેમિલાએ અગાઉ કોહિનૂર તાજ પહેરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

સાત દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે બ્રિટનમાં રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યાભિષેકની 1000 વર્ષ જૂની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્યાભિષેક કાર્યક્રમ દરમિયાન 21મી સદીના બ્રિટનની ઝલક પણ જોવા મળી હતી. કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક એ બ્રિટનના સિંહાસન પર તેમના પ્રવેશની ધાર્મિક પુષ્ટિ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અવસાન થયું હતું, ત્યારબાદ રાજા ચાર્લ્સે સત્તા સંભાળી હતી.

આ પણ વાંચો: King Charles Coronation: બ્રિટન મંદીની ગર્તામાં પણ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી પાછળ ખર્ચશે 1 હજાર કરોડ ! કથળતી અર્થ વ્યવસ્થાને પડતા પર પાટુ

 8 મે સુધી ઉજવણી

કેન્ટરબરીના આર્કબિશપમાં આજરોજ કિંગ ચાર્લ્સનો તાજ પહેરાવશે. આ સાથે લંડન અને બ્રિટનના અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસની ઉજવણી શરૂ થશે. આ ઉજવણી 8 મે સુધી ચાલુ રહેશે. તે દિવસે દેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં દેશના લાખો લોકો જોડાશે. પરંતુ બ્રિટનની કથળતી અર્થવ્યવસ્થાને જોતા આ ખર્ચાડ પ્રસંગ પર સવાલો ઉઠી રહ્યા છે. બકિંગહામ પેલેસે આ ઇવેન્ટ માટે કુલ કેટલો ખર્ચ થશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

આ ખાસ અવસર માટે લંડનમાં વેસ્ટમિન્સ્ટર અબેને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ માટે વિશ્વભરમાંથી લગભગ 2,000 જાણીતી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ ઈવેન્ટ પર અંદાજિત 100 મિલિયન પાઉન્ડ ( એટલે લગભગ રૂ. 10,21,37,37,500) ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">