AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી

Asian Games 2026 Medal Tally Gujarati :એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારત ક્યા નંબર પર છે? ભારતે અત્યાર સુધી કેટલા મેડલ જીત્યા છે? ચાલો એક નજર કરીએ.

Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે?  અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી
| Updated on: Sep 23, 2026 | 8:48 AM
Share

Asian Games 2026 Medal Tally :આઈચી-નાગોયામાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સ (Asian Games )માં ભારતનું પ્રદર્શન અત્યારસુધી શાનદાર ચાલી રહ્યું છે. ભારતે અત્યારસુધી 7 મેડલ જીત્યા છે. જેમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ પણ સામેલ છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 147 રનથી હરાવી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. ભારતને શૂટિંગ અને માર્શલ આર્ટસમાં પણ મેડલ મળ્યા છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા ખેલાડીઓએ દેશને મેડલ જીતાડ્યા છે.

ભારતના નામે એક ગોલ્ડ મેડલ

ભારતે શ્રીલંકા વિરુદ્ધ ગોલ્ડ મેડલ મેચમાં મોટી જીત નોંધાવી છે. સ્મૃતિ મંધાનાએ 79, રિચા ધોષ અને શેફાલી વર્માએ 48 રન ભારતે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 216 રન બનાવ્યા છે. જવાબમાં શ્રીલંકાની ટીમે 69 રન પર ઓલઆઉટ થઈ હતી.

ભારતની નામે 4 સિલ્વર મેડલ

  • મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ઈલાવેનિ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદે સિલ્વર મેડલ જીત્યો છે.
  • મહિલા 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં ઈલાવેનિલ વલારિવને સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે.
  • પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં રુદ્રાક્ષ પાટિલ, પાર્થ માને અને હિમાંશુ ઢિલ્લને સિલ્વર મેડલ જીત્યો હતો.
  • પુરુષની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં હિમાંશુ ઢિલ્લને સિલ્વર મેડલ જીત્યો હતો

ભારતના નામે 2 બ્રોન્ઝ મેડલ

  • પુરુષ 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.
  • મિક્સ માર્શલ આર્ટસ 60 કિલોગ્રામ વર્ગમાં સુચિકા તારિયાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતનો એશિયન ગેમ્સમાં પહેલો એમએમએ મેડલ છે.

Asian Games 2026 Medal Tally

ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ મેડલ
1 ચીન 32 13 8 53
2 જાપાન 11 16 19 46
3 સાઉથ કોરિયા 6 4 17 27
4 કઝાકિસ્તાન 6 1 5 12
 8  ભારત 1 4 2 7

75 લાખ રુપિયાના ઇનામની જાહેરાત

આજે ચોથા દિવસે પણ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ પાસે મેડલની આશા છે.એશિયન ગેમ્સમાં ભારતે મહિલા ક્રિકેટમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. તમિલનાડુની જી. કમલિનીએ પણ દેશને મેડલ અપાવવામાં યોગદાન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયે 18 વર્ષીય ખેલાડી માટે 75 લાખ રુપિયાના ઇનામની જાહેરાત કરી છે.

Breaking News : આર માધવનનો પુત્ર વેદાંત એશિયન ગેમ્સમાં 0.2 સેકન્ડથી હાર્યો, વેદાંતની હાર પર પિતાનું રિએક્શન અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">