AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : US વિઝા માટેના ઇન્ટરવ્યૂ માટે ભારતીયોએ જોવી પડે છે એક વર્ષની રાહ !

US Government Accountability Office (GAO) દ્વારા, 28 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, FY2025 દરમિયાન ભારતમાં આશરે 14.55 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. આ અરજીઓની કામગીરી માટે માત્ર 68 કોન્સ્યુલર અધિકારીઓ ઉપલબ્ધ હતા.

Breaking News : US વિઝા માટેના ઇન્ટરવ્યૂ માટે ભારતીયોએ જોવી પડે છે એક વર્ષની રાહ !
| Updated on: Sep 29, 2026 | 2:38 PM
Share

અમેરિકા જવા માટે વિઝા મેળવવાની રાહ જોઈ રહેલા ભારતીય અરજદારો માટે મુશ્કેલી વધી છે. અમેરિકાના નવા અહેવાલ મુજબ, વર્ષ 2025માં ભારતીય અરજદારોએ નોન-ઇમિગ્રન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટે સરેરાશ 346 દિવસ રાહ જોવી પડી હતી. કોરોનાની મહામારી પહેલાં આ સમયગાળો માત્ર 42 દિવસની આસપાસનો જ હતો. જોકે, GAOના આંકડા મુજબ FY2019માં વૈશ્વિક સ્તરે વિઝિટર વિઝા ઇન્ટરવ્યૂ માટે સરેરાશ રાહ જોવાનો સમયગાળો 26 દિવસનો હતો.

1.45 મિલિયનથી વધુ અરજીઓ, માત્ર 68 અધિકારીઓ

US Government Accountability Office (GAO) દ્વારા, 28 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, FY2025 દરમિયાન ભારતમાં આશરે 14.55 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. આ અરજીઓની કામગીરી માટે માત્ર 68 કોન્સ્યુલર અધિકારીઓ ઉપલબ્ધ હતા. આ પ્રમાણે એક અધિકારી ઉપર સરેરાશ 21,401 અરજીઓનો બોજ હતો. GAOના વિશ્લેષણમાં ભારત માટે વિઝા અરજીઓની સંખ્યા અને ઉપલબ્ધ સ્ટાફ વચ્ચેનું મોટું અંતર ઇન્ટરવ્યૂની લાંબી રાહ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે.

કોરોના પહેલાંના સમયની સરખામણીએ રાહ જોવાનો સમય ખૂબ વધ્યો

કોરોનાની મહામારી બાદ અમેરિકાના વિઝા માટેની માંગમાં ઝડપથી વધારો થયો છે. FY2019માં અમેરિકાએ વિશ્વભરમાં આશરે 92 લાખ વિઝિટર વિઝા અરજીઓ પર નિર્ણય લીધો હતો. આ સંખ્યા FY2025માં વધીને 1.17 કરોડ થઈ હતી. બીજી તરફ, નોન-ઇમિગ્રન્ટ વિઝા પર કામ કરતા કોન્સ્યુલર અધિકારીઓની સંખ્યા FY2024માં 1,342 હતી, જે FY2025માં ઘટીને 904 થઈ ગઈ હતી. GAOએ સ્ટાફમાં ઘટાડા પાછળ ભરતી પરના નિયંત્રણો અને કર્મચારીઓની અછત જેવા કારણો દર્શાવ્યા છે.

ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ

GAOના FY2025ના આંકડા પ્રમાણે ભારત અને મેક્સિકોમાં વિઝા અરજીઓની સરખામણીએ અધિકારીઓની સંખ્યા ઓછી હતી. ભારતમાં ઇન્ટરવ્યૂ માટેનો સરેરાશ રાહ સમય 346 દિવસ, જ્યારે મેક્સિકોમાં 283 દિવસ હતો. તેની સામે બ્રાઝિલમાં સરેરાશ રાહ 32 દિવસ અને ચીનમાં 34 દિવસ હતી. GAO મુજબ સ્ટાફ અને અરજીઓ વચ્ચેનું પ્રમાણ રાહના સમયને અસર કરતું મુખ્ય પરિબળોમાંનું એક હતું.

વિઝા પ્રક્રિયામાં લાંબી રાહનું મુખ્ય કારણ શું?

GAOના અહેવાલ પ્રમાણે અમેરિકાના કોન્સ્યુલર વિભાગ પાસે સ્ટાફની જરૂરિયાત અને કામના ભારણને સંતુલિત કરવા માટેની પ્રક્રિયા છે, પરંતુ તેનો નિયમિત ઉપયોગ થતો નથી. GAOએ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટને સ્ટાફની જરૂરિયાતનું નિયમિત વૈશ્વિક મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની ભલામણ કરી છે.

અહેવાલમાં એ પણ જણાવાયું છે કે લાંબા ઇન્ટરવ્યૂ વેઇટિંગ ટાઈમની અસર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પડી શકે છે. 2025માં આંતરરાષ્ટ્રીય પ્રવાસનથી અમેરિકાની અર્થવ્યવસ્થામાં અંદાજે 176 અબજ ડોલરનું યોગદાન આવ્યું હતું.

Breaking News : પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ માટે વધારાના રૂ. 5 વસૂલવામાં આવે તો ફરિયાદ ક્યાં કરશો ?

Follow Us
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">