AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ માટે વધારાના રૂ. 5 વસૂલવામાં આવે તો ફરિયાદ ક્યાં કરશો ?

UPI પેમેન્ટ ઉપર વસુલવામાં આવનાર એમડીઆર અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. 15 ઓક્ટોબરથી, ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR લાગુ થશે અને પેટ્રોલ પંપ પણ આના દાયરામાં આવે છે. પરિણામે, જો કોઈ વાહનધારક રૂ. 2,000થી વધુનું પેટ્રોલ ખરીદે અને UPI દ્વારા ચૂકવણી કરે, તો તેના પર રૂ. 5નો MDR વસૂલવામાં આવશે.

Breaking News : પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ માટે વધારાના રૂ. 5 વસૂલવામાં આવે તો ફરિયાદ ક્યાં કરશો ?
| Updated on: Sep 29, 2026 | 1:49 PM
Share

આગામી 15 ઓક્ટોબરથી, પેટ્રોલ પંપ પર રૂપિયા 2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR (Merchant Discount Rate) લાગુ થવા જઈ રહ્યો છે. જો તમે પેટ્રોલ પંપ પર UPIનો ઉપયોગ કરીને રૂ. 2000થી વધુનુ ઈંધણ ભરાવો છો અને પેટ્રોલ પંપ ઉપર તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવે, તો તમારે તરત જ ફરિયાદ કરવી જોઈએ, પરંતુ આ ફરિયાદ ક્યા કરશો તે જાણો.

પેટ્રોલ પંપ પર વધુ ₹5 વસૂલવામાં આવે તો ફરિયાદ ક્યાં કરવી ?

UPI પેમેન્ટ ઉપર વસુલવામાં આવનાર એમડીઆર અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. 15 ઓક્ટોબરથી, ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR લાગુ થશે અને પેટ્રોલ પંપ પણ આના દાયરામાં આવે છે. પરિણામે, જો કોઈ વાહનધારક રૂ. 2,000થી વધુનું પેટ્રોલ ખરીદે અને UPI દ્વારા ચૂકવણી કરે, તો તેના પર રૂ. 5નો MDR વસૂલવામાં આવશે.

હવે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, આ ચાર્જ પેટ્રોલ પંપના ડીલરોએ ભોગવવાનો રહેશે, ગ્રાહકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે રૂપિયા 2,000થી વધુનું ઈંધણ વાહનમાં પુરાવો અને UPI દ્વારા તેની ચૂકવણી કરો, તો તમારે ફક્ત ઈંધણની કિંમત જ ચૂકવવાની રહેશે. રૂ. 5નો ચાર્જ પેટ્રોલ પંપના ડીલર દ્વારા ચૂકવવામાં આવશે, તમારા દ્વારા નહીં. આમ છતા જો ગ્રાહકને ઈંધણની કિંમત ઉપરાંત આ રૂપિયા 5નો ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવે તો તેમણે શું કરવું જોઈએ ?

વધારાનો ચાર્જ માંગવામાં આવે તો ફરિયાદ કરો

જો પેટ્રોલ પંપ તમને ઈંધણની કિંમત ઉપરાંત વધારાનો ચાર્જ ચૂકવવાનું કહે, તો તમે ફરિયાદ કરી શકો છો. તમે 1915 પર ‘નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન’નો સંપર્ક કરીને આમ કરી શકો છો. આ ઉપરાંત, ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

ઓઇલ કંપનીને ફરિયાદ કરો

તમે જે પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદ્યું હોય તે પંપ સાથે સંકળાયેલી ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) પાસે પણ ફરિયાદ નોંધાવી શકો છો. તમે સંબંધિત કંપનીની અધિકૃત હેલ્પલાઇન દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

પુરાવા સાથે રાખો

જો તમે ફરિયાદ કરવાનું વિચારતા હોવ, તો અગાઉથી કેટલાક પુરાવા તૈયાર રાખવા હિતાવહ છે. UPI ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ રાખો. ઉપરાંત, તે પેટ્રોલ પંપનું સરનામું પણ નોંધી રાખો, જ્યાં તમારી પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવ્યો હોય અથવા વધારાની ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું હોય. જો તમારી પાસે પેટ્રોલ પંપ દ્વારા આપવામાં આવેલી રસીદ હોય, તો તેને પણ સુરક્ષિત રાખો.

ફરિયાદ નોંધાવતી વખતે આ તમામ વિગતો ઉપયોગી સાબિત થઈ શકે છે. યાદ રાખો કે પેટ્રોલ પંપ પર તમારે ઈંધણની વાસ્તવિક કિંમત જ ચૂકવવી જોઈએ. કોઈ વધારાનો ચાર્જ ચૂકવશો નહીં અને જો આવી કોઈ રકમની માંગણી કરવામાં આવે, તો તરત જ ફરિયાદ નોંધાવો.

Breaking News : સુપ્રીમ કોર્ટનો રૂ. 2000થી વધુના UPI ચાર્જ પર મનાઈહુકમ ફરમાવવા ઈન્કાર, કેન્દ્ર, RBI, NPCIને ફટકારી નોટિસ

Follow Us
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
g clip-path="url(#clip0_868_265)">