AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કટ્ટરપંથી વેબસાઇટો જોતો, ઓમાન એરે નોકરીમાંથી કાઢી મૂકેલો, જાણો પાયલટ સ્મિત પર હુમલો કરનારની કાળી કરતૂતો

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર કો-પાયલટની ઓળખ સામે આવી છે. તેનું નામ હમામ અલ-હમામી હોવાનું જણાવાયું છે. તેનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

Breaking News : કટ્ટરપંથી વેબસાઇટો જોતો, ઓમાન એરે નોકરીમાંથી કાઢી મૂકેલો, જાણો પાયલટ સ્મિત પર હુમલો કરનારની કાળી કરતૂતો
Hamam Al Hamami Attack On SmitImage Credit source: TV9 Gujarati
| Updated on: Oct 03, 2026 | 8:21 AM
Share

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર કો-પાયલટની ઓળખ થઈ ગઈ છે. અલ અરબિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ઘટનામાં સામેલ ઓમાનના કો-પાયલટનું નામ હમામ અલ-હમામી છે. તેના પર તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે. અરબી મીડિયા અનુસાર, ફ્લાયદુબઈની ઘટનામાં સામેલ ઓમાની પાયલટનું નામ હમામ અલ-હમામી છે. આરોપ છે કે તે કટ્ટરપંથી વેબસાઇટ્સ જોતો હતો. તેની આ આદતને કારણે ઓમાન એરે તેને 2024-25 દરમિયાન નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે પૂરતી બેકગ્રાઉન્ડ તપાસ કર્યા વિના જ ફ્લાયદુબઈએ તેને નોકરી પર રાખ્યો હતો. તેની માતા સીરિયન મૂળની હોવાનું પણ જણાવાયું છે. અમેરિકન મીડિયા અનુસાર, હમામને અગાઉ સુરક્ષા માટે જોખમી માનવામાં આવ્યો હતો. તેના કટ્ટરપંથી વિચારોને લઈને ઓમાનમાં તેને ઉડાન ભરવા પર રોક લગાવવામાં આવી હતી. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે પોતાનો મોટાભાગનો સમય ઓમાનની બહાર વિતાવ્યો હતો.

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં શું થયું હતું?

સાઉદી અરેબિયાની ઉપર આશરે 33,000થી 34,000 ફૂટની ઊંચાઈએ ફ્લાયદુબઈની ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી અને ફ્લાઇટને લગભગ બે કલાક થયા હતા. તે દરમિયાન કો-પાયલટ હમામ અલ-હમામીએ કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો.

ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટમાં પહોંચ્યા અને કો-પાયલટને કાબૂમાં લેવામાં મદદ કરી. વિમાનનો માર્ગ બદલવામાં આવ્યો અને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુક સ્થિત પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા અને કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નહોતી. બાદમાં મુસાફરોને બીજી ફ્લાઇટ મારફતે ઇઝરાયેલ મોકલવામાં આવ્યા. સાઉદી અધિકારીઓએ કો-પાયલટને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને UAE મોકલવામાં આવ્યો હતો.

કેપ્ટન સ્મિતની બહાદુરીની દુનિયાભરમાં પ્રશંસા

આ ઘટના દરમિયાન કેપ્ટન સ્મિતે જે હિંમત બતાવી તેની ભારત અને ઇઝરાયેલના નેતાઓએ પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની પત્ની અને માતા-પિતા સાથે વાત કરી હતી. વડાપ્રધાને કેપ્ટનની હિંમતની પ્રશંસા કરી હતી. તેમણે કેપ્ટન સ્મિત સાથે વીડિયો કોલ દ્વારા વાત કરીને તેના સ્વાસ્થ્યની પણ જાણકારી મેળવી હતી. બંને વચ્ચેની વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત ભાવુક થઈ ગયો હતો અને તેણે આ ભયાનક ઘટનાનો પોતાનો અનુભવ વડાપ્રધાન સાથે શેર કર્યો હતો.

નેતન્યાહૂએ પણ કરી પ્રશંસા

ઘટના બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેનું ઘણું લોહી વહી રહ્યું હતું. વિમાન નિયંત્રણ ગુમાવીને નીચે તરફ જઈ રહ્યું હતું અને ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમના જણાવ્યા અનુસાર, પોતાની જાન બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા કેપ્ટન સ્મિતે અવિશ્વસનીય હિંમત બતાવી અને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન સ્મિતની પ્રશંસા કરી છે અને તેને સાચો હીરો ગણાવ્યો.

આ પણ વાંચો, Breaking News: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી થયો બહાર

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
g clip-path="url(#clip0_868_265)">