AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardeep Singh Shot Dead- કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા, NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું

નિજ્જર કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)નો વડો હતો અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો વડો પણ હતો. કેનેડામાં બેસીને તે ભારત વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો.

Hardeep Singh Shot Dead- કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા, NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું
Hardeep Singh Shot Dead- Killing of Khalistani terrorist Hardeep Singh Nijjar in Canada
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 2:31 PM
Share

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારા નજીક બાઇક પર આવેલા બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જર પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. નિજ્જર કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડો હતો અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો વડો પણ હતો. કેનેડામાં બેસીને તે ભારત વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો.

હિન્દુ પૂજારીની હત્યામાં હરદીપ સિંહ નિજ્જરનું નામ હતુ

પંજાબના જલંધરમાં 2021માં હિન્દુ પૂજારીની હત્યામાં હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યની અન્ય અનેક ઘટનાઓમાં તેની ભૂમિકા હતી. ગત વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા હરદીપ સિંહ પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત સરકારે નિજ્જરને વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો. તાજેતરમાં, તેનું નામ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ 40 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ હતું.

નિજ્જરની હત્યા એવા સમયે થઈ છે જ્યારે બ્રિટનમાં ખતરનાક ખાલિસ્તાની આતંકવાદી અને લંડનમાં ભારતીય દૂતાવાસમાં ત્રિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાનું બીમારી બાદ ગયા અઠવાડિયે હોસ્પિટલમાં અવસાન થયું હતું. ખાંડાને ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહનો મુખ્ય હેન્ડલર માનવામાં આવતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટનમાં જે ખાલિસ્તાની ગતિવિધિઓ સામે આવી છે તેમાં ખાંડાની ભૂમિકા મહત્વની રહી છે.

ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (KLF)ને મોટો આંચકો લાગ્યો

ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (KLF)ને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનમાં KLF ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં મોત થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં થયો હતો.

ખાંડા બોમ્બ બનાવવામાં માસ્ટર હતો. અવતાર સિંહ ખાંડાએ વારિસ પંજાબ દેનો વડા અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી છુપાવવામાં મદદ કરી હતી. બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની ધરપકડ કરવામાં આવી હતી. ખાંડા વિશે એવું કહેવાય છે કે પંજાબમાં અમૃતપાલ સિંહને ઊભા કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફરાર થયો ત્યારે અમૃતપાલે છુપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

અવતાર સિંહ ખાંડા પર પંજાબમાં પોતાના સ્લીપર સેલની મદદથી અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી છુપાવવામાં મદદ કરવાનો આરોપ હતો. ખાંડાનો આખો પરિવાર ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલો છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે બ્રિટિશ સરકારને કેટલાક શંકાસ્પદ ખાલિસ્તાની નેતાઓની યાદી સોંપી હતી, જેમાં ખાંડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કેનેડામાં વિવાદાસ્પદ ઝાંખી કાઢવામાં આવી હતી

આ મહિનાની શરૂઆતમાં, કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા એક વાંધાજનક ઝાંખી પણ કાઢવામાં આવી હતી, જે તેને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા સાથે જોડતી હતી. જેમાં યુનિફોર્મમાં બે મેનક્વિન્સ ઈન્દિરા ગાંધીની તસવીર પર ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જો કે વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ઘટના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે બંને દેશોના સંબંધો તેમજ કેનેડા માટે પણ સારું નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાજપ દ્વારા ઑફર અપાયાનો દાવો!
ભાજપ દ્વારા ઑફર અપાયાનો દાવો!
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
g clip-path="url(#clip0_868_265)">