AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટ્રમ્પ પાસે ભારત પર 100% ટેરિફ લાદવાની સત્તા, જાણો દેશના અર્થતંત્ર પર શું પડશે અસર?

અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે Sanctioning Russia and Iran Act 2026 બિલ પસાર કર્યું છે. હવે તેને કાયદો બનવા માટે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી બાકી છે. આ બિલ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો આયાત શુલ્ક (ટેરિફ) લગાવવાનો અધિકાર આપે છે.

Breaking News : ટ્રમ્પ પાસે ભારત પર 100% ટેરિફ લાદવાની સત્તા, જાણો દેશના અર્થતંત્ર પર શું પડશે અસર?
Donald Trump 100 Percent TariffImage Credit source: PTI
| Updated on: Sep 17, 2026 | 7:17 AM
Share

અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે 262માંથી 159 મતોથી Lindsey O. Graham Sanctioning Russia and Iran Act 2026 નામનું બિલ પસાર કર્યું છે. બિલમાં રશિયા પર કડક પ્રતિબંધો મૂકવાની જોગવાઈ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પને રશિયન તેલ-ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો પર 100 ટકા સુધીનો આયાત શુલ્ક લાદવાની સત્તા આપવામાં આવી છે.

આ 5 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પણ તેના કાર્યક્ષેત્રમાં સામેલ થઈ શકે છે. આ બિલ પહેલાથી જ સેનેટમાં મોટી બહુમતીથી પસાર થઈ ગયું છે, એટલે કે તે હવે મંજૂરી અને કાયદામાં હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે.

બિલનું પસાર થવું મુશ્કેલ લાગતું હતું

આ બિલ એવા સમયે પસાર થયું છે જ્યારે સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ આ અઠવાડિયે અચાનક તેને મતદાન માટે રજૂ કર્યું. એક અઠવાડિયા પહેલાં સુધી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં ટ્રમ્પને ટેરિફ લગાવવાની વધુ સત્તા આપવાના મુદ્દે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે મતભેદ હતા. તેથી બિલ પસાર થવું મુશ્કેલ લાગી રહ્યું હતું.

સોમવાર 14 સપ્ટેમ્બરના રોજ હાઉસ રૂલ્સ કમિટીએ પ્રક્રિયાત્મક અડચણ દૂર કરી હતી, જેના કારણે બિલ આગળ વધવાનો માર્ગ સરળ બન્યો હતો. મંગળવારે (15 સપ્ટેમ્બર) હાઉસે 214-211ના સાંકડા અંતરથી નક્કી કર્યું કે બુધવારે (16 સપ્ટેમ્બર) બિલ પર અંતિમ મતદાન કરવામાં આવશે. આ મતદાનમાં બે ડેમોક્રેટિક સાંસદોએ પોતાની પાર્ટીના વલણથી અલગ જઈને રિપબ્લિકન સાંસદોના સમર્થનમાં મત આપ્યો હતો.

આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને રશિયાથી તેલ-ગેસ ખરીદતા દેશો, જેમ કે ભારત, પર ટેરિફ લાદવા માટે મજબૂર કરતું નથી. બિલ માત્ર તેમને આવું કરવાની સત્તા આપે છે. યુરોપના કેટલાક સહયોગી દેશોને છૂટ પણ આપવામાં આવી છે, કારણ કે તેમણે રશિયા પાસેથી ઊર્જાની ખરીદી પહેલેથી જ ઘટાડી દીધી છે.

રશિયા સામે અમેરિકાનું કડક વલણ

સેનેટર જીન શાહીને કહ્યું કે, કોંગ્રેસે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમેરિકા તેમની સામે કડક વલણ અપનાવી રહ્યું છે. આ બિલને સમર્થન અપાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ બિલ પસાર કરાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્હાઇટ હાઉસની ભૂમિકા કેટલી હતી તે સ્પષ્ટ નથી. ગયા મહિને અમેરિકાના એક રાજદૂત સર્ગિયો ગોરે કહ્યું હતું કે ટ્રમ્પ આ બિલને ખાસ સમર્થન આપી રહ્યા ન હતા, જ્યારે સાંસદો તેમને ટેરિફ લાદવાની વધુ સત્તા આપવા માગતા હતા.

જોકે, તાજેતરના સૂત્રો અનુસાર, વ્હાઇટ હાઉસે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક સાંસદોને બિલના સમર્થનમાં મત આપવા માટે મનાવીને તેને આગળ વધારવામાં મદદ કરી હોવાની શક્યતા છે.

100% ટેરિફ એટલે શું?

100% ટેરિફ એટલે કોઈ દેશમાંથી આવતી વસ્તુ પર તેની કિંમત જેટલો જ આયાત કર (Import Duty) લગાવવો. ઉદાહરણ તરીકે, જો અમેરિકામાં કોઈ ભારતીય વસ્તુની કિંમત 100 ડોલરની હોય અને તેના પર 100% ટેરિફ લાગે, તો આયાતકર્તાને વધારાના 100 ડોલર ટેરિફ ચૂકવવા પડે એટલે તેની કિંમત કર પહેલાંની સરખામણીમાં લગભગ બમણી થઈ શકે છે.

ભારત પર શું થશે અસર ?

જો અમેરિકા ભારત પર 100% ટેરિફ લાગુ કરે, તો અમેરિકામાં ભારતીય માલ મોંઘો થશે. જેના કારણે ભારતીય નિકાસકારોને અમેરિકન બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને અમેરિકા પર વધુ નિર્ભર ક્ષેત્રોની નિકાસ અને કંપનીઓના નફા પર દબાણ આવી શકે. જો ટેરિફ રશિયન તેલ ખરીદવાના કારણે ભારત પર લગાવવામાં આવે તો ભારત સામે સીધી વેપારી અસર ઉપરાંત રશિયન તેલ ખરીદી, ઊર્જા ખર્ચ અને ભારત-અમેરિકા વેપાર સંબંધો પર પણ દબાણ વધી શકે.

જોકે 100% ટેરિફનો અર્થ પેટ્રોલ-ડીઝલના ભાવ સીધા બમણા થવા એવો નથી. અસર પરિસ્થિતિ અને ભારતના તેલ આયાતના વિકલ્પો પર આધારિત રહેશે.

આ પણ વાંચો, શું UPI MDR ચાર્જ પર વેપારીઓએ આપવો પડશે 18% GST? ટેક્સ એક્સપર્ટે સમજાવ્યું ‘અસલી ગણિત’

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">