Breaking news: ઈમરાન ખાનને મોટી રાહત, તોષાખાના કેસમાં સજા પર સ્ટે, જેલમાંથી બહાર આવશે?
Breaking news: ઈસ્લામાબાદની એક કોર્ટે આ પહેલા ઈમરાન ખાનને 3 વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
તોશાખાના કેસ (toshakhana case)માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપતા ઈમરાનને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને અગાઉ 5 ઓગસ્ટે ઈસ્લામાબાદ કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ તે જેલમાં હતો.
આ પણ વાંચો : Asia Cup 2023: પાકિસ્તાન સામે ભારતની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે, જાણો કોણ છે લિસ્ટમાં
તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટ સમક્ષ સજા વિરુદ્ધ અપીલ કરી હતી. કોર્ટે સોમવારે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જ્યારે હવે મંગળવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટની બે જજની બેન્ચે નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો અને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાનને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે હમણાં જ મુક્તિનો આદેશ આપ્યો છે, ટૂંક સમયમાં એક વિગતવાર આદેશ જાહેર કરવામાં આવશે જેમાં એ જાણવામાં આવશે કે ઈમરાન ખાન જાહેર રેલી કરી શકે છે કે કેમ અને તે આગળ જઈને ચૂંટણી લડી શકે છે કે નહીં.
ઈમરાન ખાન પર શું હતા આરોપ ?
વાસ્તવમાં, ઈમરાન ખાન પર આરોપ હતો કે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને મળેલી ભેટો વિશે તોશાખાના વિભાગને માહિતી આપી ન હતી. આટલું જ નહીં, તેણે ઘણી ભેટો માટે બોલી લગાવી અને પૈસા પોતાની પાસે રાખ્યા.
પાકિસ્તાનમાં એક નિયમ છે કે વડાપ્રધાન પદ પર રહીને જો તમને કોઈ ભેટ મળે તો તેને તોશાખાના વિભાગમાં જમા કરાવવી પડે છે કારણ કે તે સરકારની મિલકત છે. વર્ષ 2022માં જ્યારે પાકિસ્તાનમાં સરકાર બદલાઈ ત્યારે ઈમરાન વિરુદ્ધ આ મામલો સામે આવ્યો અને કેસ શરૂ થયો.
ઈમરાન ખાન અને તેમની પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર તેમને જાણી જોઈને ખોટા કેસોમાં ફસાવી રહી છે. જણાવી દઈએ કે અત્યારે પાકિસ્તાનમાં કેરટેકર સરકાર ચાલી રહી છે, કારણ કે શાહબાઝ શરીફે સંસદ ભંગ કરી દીધી હતી. આવી સ્થિતિમાં, આગામી થોડા દિવસોમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે.