Breaking News : પૂર્વી દક્ષિણ આફ્રિકાના શહેર ડરબન નજીક ગઈ કાલે બંદૂકધારીઓએ પુરુષોના છાત્રાલય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આઠ લોકોના મોત થયા છે. અને અન્ય બે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. પોલીસે રવિવારે આ સમગ્ર ઘટનાની આપી છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર શનિવારે વહેલી સવારે ઉમલાજી બસ્તીમાં થયેલા ગોળીબારમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે આઠમા વ્યક્તિનું રવિવારે મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘાયલ અન્ય બે લોકોને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ અગાઉ દક્ષિણ આફ્રિકાથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જેને જાણીને તમારું દિલ હચમચી જશે. ઈસ્ટર્ન કેપ પ્રાંતમાં બર્થડે પાર્ટીમાં બદમાશો ઘૂસી ગયા હતા અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. દક્ષિણ આફ્રિકન પોલીસ સેવા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના ક્વાજાકેલેના ગકીબેરામાં એક ઘરમાં બની હતી. આ સામૂહિક ગોળીબાર બે હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું હતુ કે હુમલા બાદ બંને બદમાશો ભાગી ગયા હતો અને પોલીસ હજુ સુધી કોઈની ધરપકડ કરી શકી નથી. પોલીસનું કહેવું હતુ કે હુમલા પાછળના સંજોગો અને સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં દક્ષિણ આફ્રિકામાં સામૂહિક ગોળીબાર થયો હતો, જેણે દેશને હચમચાવી દીધો હતો. બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 19 લોકોની હત્યા કરી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:28 am, Mon, 5 June 23