Blast in Afghanistan:અફઘાનિસ્તાનના કાબુલ સહિત ત્રણ શહેરોમાં બ્લાસ્ટ, 5ના મોત, 65 ઘાયલ
Blast in Afghanistan: અફઘાનિસ્તાન ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું છે. દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં ત્રણ બ્લાસ્ટ થયા છે. કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં ત્રણ બ્લાસ્ટ થયા છે.
Blast in Afghanistan :અફઘાનિસ્તાન (Afghanistan) ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું છે. દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં ત્રણ બ્લાસ્ટ (Blast)થયા છે. કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં ત્રણ બ્લાસ્ટ થયા છે. મઝાર શરીફમાં એક શિયા મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. મઝાર શરીફમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 65 લોકો ઘાયલ થયા છે.
શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી
આ પહેલા મંગળવારે અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ વિસ્ફોટ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા સાત બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટો અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે અને કાબુલ નજીક દશ્ત-એ-બરચીમાં એક શૈક્ષણિક કેન્દ્રની અંદર થયા હતા. આ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી હતી. આ વિસ્ફોટોની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. જો કે અગાઉ પણ આ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં ઈસ્લામિક સ્ટેટનું નામ સામે આવ્યું છે.
આ વિસ્ફોટોમાં 60થી વધુ બાળકોના મોત
એપ્રિલની શરૂઆતમાં, કાબુલની સૌથી મોટી મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. જૂના કાબુલ શહેરની મધ્યમાં આવેલી 18મી સદીની પુલ-એ-ખિશ્તી મસ્જિદમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. ગયા વર્ષે, જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારે મે મહિનામાં કાબુલમાં એક શાળાની બહાર બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 60થી વધુ બાળકોના મોત થયા હતા.
3 એપ્રિલે પણ કાબુલ સેન્ટ્રલ વિસ્તારમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા 59 લોકો ઘાયલ થયા હતા. કાબુલની હોસ્પિટલે માહિતી આપી હતી કે હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે અને 59 લોકોની સારવાર કરવામાં આવી છે, જેમાંથી 30 ઘાયલોને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
તાલિબાનની કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કરન્સી એક્સ્ચેન્જર્સને લૂંટવા માંગતા ચોર દ્વારા ફેંકવામાં આવેલા હેન્ડ ગ્રેનેડને કારણે વિસ્ફોટ થયો હતો. તેણે જણાવ્યું હતું કે 10 લોકો ઘાયલ થયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો :