Blast in Lahore: પાકિસ્તાનના લાહૌર શહેરમાં બ્લાસ્ટ, પાંચ લોકોના મોત અને 20 ઘાયલ
પાકિસ્તાનના લાહોર શહેરમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.

ગુરુવારે પાકિસ્તાનના (Pakistan) લાહોરમાં ચાર જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં પાંચ લોકોના મોત થયા. આ બ્લાસ્ટમાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ વિસ્ફોટ શહેરના લાહોરી ગેટ (Blast in Lahore) પાસે થયો હતો. લાહોરી ગેટ (Lahori Gate) પાસે થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે આસપાસની દુકાનો અને ઈમારતોના કાચ તૂટી ગયા હતા. સાથે જ નજીકમાં પાર્ક કરેલી મોટરસાઈકલને પણ નુકસાન થયું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બ્લાસ્ટ બાદ અનારકલી માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ બજારમાં વધુ બોમ્બ હોવાની આશંકા છે.
લાહોરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ ઑપરેશન ડૉ. મુહમ્મદ આબિદ ખાને જિયો ન્યૂઝને જણાવ્યું હતું કે તપાસ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ ટૂંક સમયમાં જ વિસ્ફોટ પાછળનું સાચું કારણ જાણી શકાશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટના કારણે જમીનની અંદર 1.5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને શહેરની મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જિયો ન્યૂઝને એ વાતની પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ માટે સ્થળ પર બોમ્બ પહેલેથી જ રાખવામાં આવ્યો હતો. લાહોરી ગેટના આ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી અને વ્યવસાય માટે આવે છે.
મેયો હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ ત્રણ લોકોની હાલત ગંભીર છે. હાલ તબીબો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. હાલ અન્ય ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અને પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસે હજુ સુધી જણાવ્યું નથી કે તે IED હતો કે ટાઈમ બોમ્બ. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના જવાનો કામમાં મદદ કરી રહ્યા છે. મોટરસાયકલમાં બાલાસ્ટના કારણે આગ લાગી હતી, જેને ઓલવી લેવામાં આવી છે.
આ પહેલા 29 જૂનના રોજ લાહોરના બરકત માર્કેટમાં અનેક સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા, જેનાથી આસપાસના વિસ્તારને હચમચાવી દીધા હતા. બરકત માર્કેટમાં એક પછી એક ગેસ સિલિન્ડર ફાટવા લાગ્યા. જેના કારણે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળની નજીક પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને લોકોને ઈજાઓ થવાથી બચાવવા માટે આખું બરકત માર્કેટ હાલ પૂરતું ખાલી કરાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં અવારનવાર સિલિન્ડર બ્લાસ્ટ થાય છે.
આ પણ વાંચો –
Pakistan: મુશ્કેલીમાં પડ્યા ઈમરાન ખાન, ચૂંટણી પંચે વિદેશી ફંડના દસ્તાવેજો સાર્વજનિક કરવાનો આપ્યો આદેશ
આ પણ વાંચો –