AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિલ ગેટ્સને ટ્વીટર પર લગ્નનો પ્રસ્તાવ મળ્યો, કુવૈતી ગાયિકા શેમ્સ બંદરે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી

આ ટ્વિટ ટૂંક સમયમાં જ અરબી સ્થાનિક મીડિયા પર છવાઇ ગયુ અને આ વાતને સૌ ગંભીરતાથી લેવા લાગ્યા કે શું ખરેખર શેમ્સ બંદર અબજોપતિ બિલ ગેટ્સ સાથે લગ્ન કરવા માગે છે?

બિલ ગેટ્સને ટ્વીટર પર લગ્નનો પ્રસ્તાવ મળ્યો, કુવૈતી ગાયિકા શેમ્સ બંદરે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:46 PM
Share

એક કુવૈતી ગાયિકા શેમ્સ બંદરે ટ્વીટર પર મુકેલા લગ્ન પ્રસ્તાવથી મીડિયામાં છવાઈ ગઈ છે. કારણકે આ પ્રસ્તાવ તેણે અન્ય કોઈ માટે નહીં પરંતુ અબજોપતિ અને અમેરિકન સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક એવા બિલ ગેટ્સ (Bil Gates) સમક્ષ મુક્યો છે. કુવૈતી અભિનેત્રી અને ગાયક શમ્સ બંદર અલ-અસલમી તરફથી અબજોપતિ બિલ ગેટ્સને જાહેરમાં લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે.

ગાયિકાએ શું ટ્વીટ કર્યુ?

41 વર્ષીય ગાયકે ઈન્ડિપેન્ડન્ટના એક લેખના સ્ક્રીનગ્રેબને રીટ્વીટ કર્યું અને તેમાં અરબીમાં લખ્યું, “આ વ્યક્તિ સુંદર છે, ઈલેક્ટ્રોનિક યુગનો નબી. મને તેની આગાહીઓ અને તે ક્યાં આવી રહ્યો છે તેનું જ્ઞાન ગમે છે. હું તેને લગ્નની ઓફર કરું છું. શું તમે અપેક્ષા કરો છો કે તે સંમત થાય?

એક જુના ટ્વીટને યાદ કરીને રિટ્વીટ કર્યુ

ગલ્ફ ગાયિકા શેમ્સે ટ્વિટર પર શુક્રવાર, 5 નવેમ્બર, 2021ના રોજ સંભવિત આતંકવાદી હુમલાઓની વર્ષો પહેલા બિલ ગેટ્સની આગાહી વિશે વાત કરતી એક ટ્વીટને ફરી રિટ્વીટ કરી. જેમાં સ્મોલપોક્સ વાયરસનો ઉપયોગ મહત્તમ નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવશે તેવી આગાહી કરાઈ હતી.

સ્થાનિક અને પ્રાદેશિક મીડિયાએ બિલ ગેટ્સ સાથે લગ્ન કરવાના શેમ્સના પ્રસ્તાવના સમાચારને ખૂબ જ વાયરલ કરી દીધો અને ગાયકને જવાબ આપવા માટે પ્રેરિત કરી અને કહ્યું કે તેણીની ટ્વીટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.

મીડિયાના પ્રેશર બાદ આપ્યો જવાબ

જો કે શેમ્સની આ ઓફર અને ટ્વીટ વિશે ખૂબ જ ચર્ચાઓ થયા બાદ શેમ્સે અંતે જવાબ આપ્યો. મીડિયા અહેવાલો અનુસાર બાદમાં શમ્સે કહ્યું કે તે તેની ઓફર અંગે ગંભીર નથી અને તે ટ્વીટ કટાક્ષ સિવાય બીજું કંઈ નથી. નોંધનીય છે કે બિલ ગેટ્સ વિશ્વના પાંચ સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે. અમેરિકન સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ આ વર્ષની શરૂઆતમાં જ તેમની પત્ની મેલિન્ડા ગેટ્સથી અલગ થઈ ગયા હતા અને મેલિન્ડા સાથેના તેના સંબંધોના અંતની જાહેરાત કરી.

આ પણ વાંચો: Hardik Pandya: ટીમ ઇન્ડિયામાં પરત ફરવુ હાર્દિક પંડ્યા માટે મુશ્કેલ, BCCI અને પસંદગીકારોએ આ કારણો થી કરી દીધો બહાર

આ પણ વાંચો: LRD ભરતી : લોકરક્ષક દળ ભરતીની ગતિવિધિઓ તેજ, ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">