LRD ભરતી : લોકરક્ષક દળ ભરતીની ગતિવિધિઓ તેજ, ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું
LRD Recruitment : લોકરક્ષક દળની ભરતીમાં ઝડપથી શારીરિક કસોટી શરૂ કરવા માટે ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
GANDHINAGAR : રાજ્યમાં લોકરક્ષક દળ ભરતીની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.આ ભરતી પ્રક્રિયા જલ્દી થાય તે માટે ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ઝડપથી શારીરિક કસોટી શરૂ કરવા માટે ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે રાજ્યમાં સરકાર દ્વારા 10 હજારથી વધુ ઉમેદવારોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.ગઇકાલે છેલ્લા દિવસે 86 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.કુલ 9 લાખ 46 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.જેમાં 6 લાખ 92 હજારથી વધુ અરજી પુરૂષ ઉમેદવારોએ કરી છે..જ્યારે 2 લાખ 54 હજારથી વધુ મહિલા ઉમેદવારોની અરજી કરી છે.
રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી માટે અરજી કરવાનો અંતિમ દિવસ છે.. ત્યારે અરજી કરવા માટે ધસારો થયો છે.. બપોર સુધીમાં 11.75 લાખ ઉમેદવારો અરજી કરી છે, જે પૈકીની 9.10 લાખ અરજીઓ અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે. આ મળેલી અરજીમાં 6.65 લાખ પુરૂષ ઉમેદવાર છે, તો 2.45 લાખ અરજી મહિલા ઉમેદવારોએ કરી છે.
લોકરક્ષક દળના જવાનોની પસંદગી માટેના કોલ લેટર 20 નવેમ્બરની આસપાસ આપવામાં આવશે, જ્યારે શારીરિક કસોટી 10 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે માર્ચના પ્રથમ અઠવાડિયામાં લેખિત પરીક્ષા યોજાય તેવી શક્યતા છે.ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ઉમેદવારોને ભરતી વિલંબથી થશે, તેવુ માનવાને બદલે યોગ્ય તૈયારી ઝડપથી કરવા કહ્યું. આ ઉપરાંત કોઈ લાગવગ નહીં ચાલે તેવી તમામ ઉમેદવારોને અપીલ કરી.
આ પણ વાંચો : તાપી : સિંગલ યુઝ પ્લાસ્ટીક ફ્રી ઝોન, પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટ માટે નિર્ણય