ભારત જ નહિ ૨૧ દેશોનો ચીન સાથે તણાવ, જાણો ક્યાં-કયાં દેશનો ચીન સાથે શું વિવાદ ?

https://tv9gujarati.com/international-news/bharat-china-sim…rea-nepal-russia-180435.html

ભારત અને ચીન વચ્ચે લદાખ બોર્ડર પર વિવાદ ચરમસીમાએ છે. બળતામાં ઘી હોમતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૈનિકોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું છે.  ભારત ઉપરાંત કુલ 21 દેશો સાથે સરહદ વિવાદો છે.

 

ભારત

ચીન ઘણા ભારતીય પ્રદેશો પર દાવો કરે છે. ચીને લદ્દાખના 38,000 ચો.કિ.મી (અક્સાઇ ચિન) પર ગેરકાયદેસર કબજો કર્યો છે. લદાખ અને અરૂણાચલને લઈને ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદ  છે.

જાપાન
દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનનો જાપાન સાથે વિવાદ છે. ચીન સેનકાકુ આઇલેન્ડ તેના ક્ષેત્રના ભાગ રૂપે દાવો કરે છે જે જાપાનની માલિકીનું છે.

ઉત્તર કોરિયા
વિશ્વના સૌથી રહસ્યમય દેશ તરીકે જાણીતા ઉત્તર કોરિયાના ચીન સાથે મૈત્રીભર્યા સંબંધો છે. પરંતુ ચાઇના તેની ડાબી બાજુના પર્વતો અને જિન્દાઉ પર દાવો કરે છે.

READ  ચીન વિવાદ મુદ્દે ભારતને આ શક્તિશાળી દેશના રક્ષા મંત્રીએ આપ્યું સમર્થન, પત્ર લખી કહ્યું કે અમારી સેના સાથે છે!

દક્ષિણ કોરિયા
પૂર્વ ચીન સમુદ્રમાં પણ ચીન દક્ષિણ કોરિયા સાથે વિવાદો ધરાવે છે. જો કે ચિંતા એ હાસ્યાસ્પદ સ્તરે પહોંચી છેકે ઇતિહાસને ટાંકીને આખા દક્ષિણ કોરિયાને તેનો ભાગ માને છે.

રશિયા
આ દેશો વચ્ચે સરહદ વિવાદ પણ છે. 1969 માં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું છે.  ચીન 1,60,000 ચોરસ કિલોમીટર રશિયન ક્ષેત્રનો દાવો કરે છે.

નેપાળ

ચીન  નેપાળના માઉન્ટ એવરેસ્ટમાં પોતાનો હિસ્સો દાવો કરી રહ્યો છે અને ત્યાં તેનું 5 જી નેટવર્ક સાધનો સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે.

ભૂટાન
પૂર્વી ભૂટાનના સાતેંગ વન્યપ્રાણી અભયારણ્યને લઇને  ચીન-ભૂટાનનો વિવાદ છે.

વિયેટનામ
સદીઓ સુધી વિયેટનામ ચિની શાસન હેઠળ હતું.જેના પરિણામે બંને વચ્ચે ઘણા તકરાર અને આક્રમણ થયા હતા.

READ  લોકો ખોવાઈ જાય એ મેળો એટલે 'કુંભમેળો' એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

બ્રુનેઇ
બ્રુનેઇ – દક્ષિણ ચીન સમુદ્રમાં કેટલાક કાંઠાના ટાપુઓ મામલે વિવાદ  છે.

તાઇવાન
ચીન આખા તાઇવાન પર દાવો કરે છે.

કઝાકિસ્તાન
કઝાકિસ્તાન ચીન અને રશિયા વચ્ચે બફર ઝોન તરીકે કાર્ય કરે છે. કઝાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ચાઇના દાવો કરે છે.

કિર્ગીસ્તાન
બંને દેશો એકબીજા સાથે 1,063 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ચીન  દાવો કરી રહ્યું છે.

તાજિકિસ્તાન
ચીન પણ સમગ્ર તાજિકિસ્તાન પર દાવો કરે છે. વિવાદ હલ કરવા બંને વચ્ચે ઘણી વખત પ્રયાસો કરાયા પણ નિરાકરણ આવ્યું નથી.


અફગાનિસ્તાન
ચીન અને અફગાનિસ્તાન વચ્ચે 210 કિલોમીટર લાંબી સરહદ છે. જે કોસ્ટલ કોરિડોરનો પાસ છે. અહીં ચીનની નજર છે.

મ્યાનમાર 
ચાઇના અને મ્યાનમાર 1960 ની સરહદ પર આધારિત 2,185 કિલોમીટર લાંબી બોર્ડર છે . ઇતિહાસના આધારે ચીન અહીં દાવો કરે છે .

READ  શહીદ સંજય સાધુને સલામ, સયાજી હોસ્પિટલમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO

લાઓસ
લાઓસ સાથે ચાઇના 505 વર્ગની સરહદ  છે. ચીનને તે મંજુર નથી.

મંગોલિયા
મંગોલિયા, ચીનની સાથે 4677 વર્ગની સરહદ ધરાવે છે.સીમા ઉપર ચીનના દાવા છે.

તિબેટ
ચાઇના 13 મી  શતાબ્દી પછી તિબેટ પોતાનો હિસ્સો માને છે .તે તિબેટનો 12.28 લાખ વર્ગ કિ.મી. વિસ્તાર નિયંત્રિત કરે છે.

ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપ્સ, સિંગાપુર 
સૌથી વધુ વિવાદ છે તે સાઉથ ચાઈના સીનો છે. અહીં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપ્સ અને સિંગાપુરની સાથે ચીનનો વિવાદ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments