શું બાંગ્લાદેશ અને પાકિસ્તાન ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક

બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ઇજિપ્તમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.

શું બાંગ્લાદેશ અને પાકિસ્તાન ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક
Bangladesh and Pakistan
Follow Us:
| Updated on: Dec 22, 2024 | 4:30 PM

શેખ હસીનાની સરકારના પતન બાદ હવે બાંગ્લાદેશ એ ઘાને ભૂલી જવાની તૈયારી કરી રહ્યું છે જે તેને પાકિસ્તાન આર્મી દ્વારા આપવામાં આવ્યા હતા. 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ લાખો બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેમની હત્યા કરી હતી. પરંતુ, હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આ બધું ભૂલીને ધીમે ધીમે પાકિસ્તાનના ખોળામાં બેસવાની તૈયારી કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે 19 ડિસેમ્બરે ઇજિપ્તના કૈરોમાં આયોજિત D-8 સમિટ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.

D-8 સમિટ શું છે ?

D-8 ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન, જેને વ્યાપકપણે ડેવલપિંગ-8 તરીકે ઓળખવામાં આવે છે. તેના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, નાઈજીરીયા, પાકિસ્તાન અને તુર્કી છે. આ દેશો વચ્ચે વિકાસ સહયોગને પ્રોત્સાહન આપવા માટેનું એક સંગઠન છે. 19મી ડિસેમ્બર, 2024ના રોજ અઝરબૈજાનના 9મા સભ્ય તરીકે જોડવામાં આવ્યો છે. આ સંગઠન વિવિધ અર્થતંત્રો વચ્ચે સહકાર વધારવા અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે.

આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
કરોડોની માલકીન કથાકાર જયા કિશોરી તેના પૈસા ક્યાં ખર્ચે છે? જાણી લો

1971ના મુદ્દાઓ ઉકેલવા માંગે છે યુનુસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પર હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ક્યારેક આ અંગે વાતચીત થઈ હતી. જો કે, આ અંગે કોઈ અંગત બેઠક થઈ નથી. તો બાંગ્લાદેશ વતી મોહમ્મદ યુનુસે પાકિસ્તાન સાથે 1971ના પેન્ડિંગ મુદ્દાઓને ભવિષ્યની પેઢીઓ માટે કાયમ માટે ઉકેલવાની વાત કરી છે.

મોહમ્મદ યુનુસની પહેલ પર પાકિસ્તાને શું કહ્યું ?

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને 1971ના મુદ્દાઓ ઉકેલવા વિનંતી કરી હતી. યુનુસે કહ્યું આ મુદ્દાઓ વારંવાર સામે આવી રહ્યા છે. તો આ મુદ્દાઓને ઉકેલીએ જેથી કરીને આગળ વધી શકીએ. આના પર શરીફે કહ્યું છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે 1974ના ત્રિપક્ષીય કરાર દ્વારા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, પરંતુ જો કોઈ મુદ્દો પેન્ડિંગ હશે તો તેના પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.

પાકિસ્તાનના બાંગ્લાદેશ સાથેના જૂના સંબંધો સુધારવાના પ્રયાસ

પાકિસ્તાન ફરી એકવાર બાંગ્લાદેશ સાથે પોતાના જૂના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે પાકિસ્તાનનું ધ્યાન માત્ર બિઝનેસ, કલ્ચર અને સ્પોર્ટ્સ પર જ નથી, પરંતુ છેલ્લા ચાર મહિનામાં અનેક નીતિ અને વ્યૂહાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ઇજિપ્તમાં આયોજિત કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને મોહમ્મદ યુનુસ વચ્ચેની તાજેતરની બેઠક બાદ બાંગ્લાદેશને લઈને ઇસ્લામાબાદમાં બંધ દરવાજે બેઠક મળી હોવાની માહિતી સામે આવી છે.

આ પ્રયાસો શેખ હસીના ગયા ત્યારથી જ એટલે કે 5 ઓગસ્ટે જ શરૂ થઈ ગયા હતા, જ્યારે પાકિસ્તાનના હાઈ કમિશનરે BNP નેતાઓ અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકારને અલગ-અલગ પ્રસંગોએ મળવાનું શરૂ કર્યું અને મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો કરવા માટે એકસાથે પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બાંગ્લાદેશના એટર્ની જનરલ, ગૃહ બાબતોના સલાહકાર, સામાજિક કલ્યાણ અને મહિલા અને બાળકોની બાબતોના સલાહકાર, સાંસ્કૃતિક બાબતોના સલાહકાર અને વાણિજ્યના સલાહકાર સાથે બેઠકો યોજાઈ હતી.

છેલ્લા ચાર મહિનામાં ફેડરેશન ઓફ બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FBCCI) માટે વેપારી સમુદાયોને એકસાથે લાવવા અને વેપાર સંબંધો સુધારવા માટે વિચારોની આપ-લે કરવાની તકો પણ આવી હતી અને સપ્ટેમ્બર સુધીમાં વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન માટે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો રાખવા માંગે છે તેવી જાહેરાત કરવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા ચાર મહિનામાં ઓછામાં ઓછી 17 બેઠકો યોજાઈ હતી, જ્યારે આ પહેલા 2019 પછી આવી માત્ર બે બેઠકો જ થઈ હતી.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો કેવી રીતે સુધરી રહ્યા છે ?

પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે, 1971 પછી બંને દેશો વચ્ચે પ્રથમ સીધું શિપિંગ કનેક્શન સ્થપાયું જ્યારે ગયા મહિને કરાચી બંદરેથી એક કાર્ગો જહાજ ચટગાંવ બંદરે પહોંચ્યું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં એક મોટું પગલું છે.

પાકિસ્તાને હવે બાંગ્લાદેશી નાગરિકોને વિઝા આપવાનું શરૂ કર્યું છે, જેઓ હવે તેના વિઝા પોર્ટલ પર ઓળખપત્ર અપલોડ કરીને 48 કલાકમાં મફત પાકિસ્તાની વિઝા મેળવી શકે છે, જ્યારે ઢાકાએ બાંગ્લાદેશમાં પ્રવેશવા માટે વિઝા મેળવવા માંગતા પાકિસ્તાની નાગરિકો માટે પાકિસ્તાનમાંથી આયાત કરવા માટેની કસ્ટમ્સ તપાસ તેમજ સુરક્ષા મંજૂરીની આવશ્યકતાઓને પણ માફ કરી દીધી છે. જેના પરથી લાગી રહ્યું છે કે, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન માટે ખુલી ગયું છે.

બાંગ્લાદેશમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનું નેટવર્ક ફરી સક્રિય

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે પશ્ચિમ બંગાળ એસટીએફએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા અબ્બાસ અને મિનારુલની પૂછપરછ બાદ ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે બાંગ્લાદેશની અશાંતિનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIએ ઉત્તર બંગાળ અને નેપાળમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. તેણે તેના સ્લીપર સેલને ફરીથી સક્રિય કરી દીધું છે.

ગુપ્તચર અધિકારીનું કહેવું છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ બાંગ્લાદેશના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમ સાથે સંબંધ ધરાવે છે. આતંકવાદીઓની પૂછપરછમાંથી એવી માહિતી મળી છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નેપાળમાં ફરી એકવાર સક્રિય થઈ છે. આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમના 8 સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી અને પાક સમર્થનના સીધા પુરાવા મળ્યા હતા. આતંકવાદીઓની યોજના નેપાળથી ઉત્તર બંગાળના ચિકન નેક સુધી હથિયારોની દાણચોરી કરવાની હતી. ત્યાંથી હથિયારો બાંગ્લાદેશ, આસામ અને બંગાળમાં પહોંચાડવાના હતા.

સ્લીપર સેલ સક્રિય, કોરિડોર બનાવવાનું આયોજન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પાક હેન્ડલર્સ દ્વારા નેપાળથી હથિયાર આયાત કરવાની યોજના બનાવી હતી. ધરપકડ કરાયેલા મુજીબર અને નૂર ઇસ્લામ ફલકાતામાં અવારનવાર બેઠકો કરતા હતા. ફલકાતાની આસપાસ એક નવો સ્લીપર સેલ બનાવવામાં આવી રહ્યો હતો. આતંકવાદીઓ માત્ર હથિયારો લઈને જતા નહોતા, પરંતુ બાંગ્લાદેશ, ચિકન નેકથી નેપાળ સુધીનો કોરિડોર પણ બનાવી રહ્યા હતા.

ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે આ મોડ્યુલનો મુખ્ય ઉદ્દેશ્ય ઘણી ઘટનાઓને અંજામ આપીને બંગાળ અને આસામમાં અરાજકતા અને અશાંતિનું વાતાવરણ ઊભું કરવાનો હતો. નેપાળ થઈને ભારતમાં પ્રવેશવાની યોજના ઘડી હતી. આ બેઠક ફલકાતામાં યોજાઈ હતી. આતંકવાદીઓએ ત્યાં સ્લીપર સેલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">