શ્રીલંકામાં જાહેર સ્થળોએ નકાબ પહેરવા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ફક્ત બુરખા જ નહીં, ચહેરાને ઢાંકનારા તમામ વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવ્યા બાદ. શ્રીલંકામાં આ વિષય પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 13:12 PM, 28 Apr 2021
શ્રીલંકામાં જાહેર સ્થળોએ નકાબ પહેરવા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ
પ્રતિકાત્મક તસ્વીર

શ્રીલંકાના કેબિનેટે મંગળવારે જાહેર સ્થળોએ તમામ પ્રકારના ફેસ નકાબને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણીને પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પરંતુ કોરોના સાથે લડવા માટે માસ્ક પહેરવું માન્ય છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જાહેર સલામતી પ્રધાન સરત વીરશેકરાએ ગયા માર્ચ મહિનામાં એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની મંત્રીમંડળની મંજૂરી માંગવામાં આવી હતી.

બુરખાનો ઉપયોગ મુસ્લિમ મહિલાઓ ચહેરા અને શરીરને ઢાંકવા માટે કરે છે. કેબિનેટ પ્રવક્તા અને માહિતી પ્રધાન કેહલીયા રામબુકવેલાએ કહ્યું કે કેબિનેટે જાહેર સ્થળોએ તમામ પ્રકારના નકાબ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. તેમણે બુરખાનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

પાકિસ્તાને શ્રીલંકામાં બુરખા પરના પ્રતિબંધને વિભાજનકારી ગણાવ્યો

નોંધનીય છે કે ગયા મહિને શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ અને એક હજાર મદરેસાને બંધ કરવાની ભલામણને પાકિસ્તાને વિભાજનકારી ગણાવી હતી અને પાકિસ્તાને શ્રીલંકાને ચેતવણી પણ આપી હતી. શ્રીલંકામાં પાકિસ્તાનના હાઇ કમિશનરે બુરખા પર પ્રતિબંધ લગાવવાની ભલામણને વખોડી કાઢી છે.

એવું કહેવામાં આવે છે કે સુરક્ષાના નામે લેવામાં આવેલા આવા વિભાજનકારી પગલાથી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચશે. તે જ સમયે લઘુમતીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય

શ્રીલંકાના પ્રધાનમંડળે જાહેર સુરક્ષા બાબતોના પ્રધાન સરથ વીરશેખરની ભલામણ પર નકાબ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. તે ફક્ત બુરખા જ નહીં, ચહેરાને ઢાંકનારા તમામ વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે. વિરશેખરાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ભલામણ કરવામાં આવી છે.

તેમને કહ્યું કે થોડા વર્ષો પહેલા અમારા ઘણા મુસ્લિમ મિત્રો હતા. તેના પરિવારની મહિલાઓ બુરખા વગેરે પહેરતા ન હતા, પરંતુ હાલનાં મહિનાઓમાં બુરખા પહેરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી ગયો છે. આ વધતી કટ્ટરતાની નિશાની છે.

વર્ષ 2019 માં શ્રીલંકામાં ક્રમિક બોમ્બ વિસ્ફોટો થયા હતા જેમાં 270 લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટો માટે મુસ્લિમ આતંકવાદીઓ જવાબદાર હતા. તે પછી, શ્રીલંકામાં મુસ્લિમો પ્રત્યેની વિચારસરણી બદલાઈ ગઈ છે.

 

આ પણ વાંચો: બેન્ડ બાજાના તાલ પર PPE કીટમાં જ ઝૂમી ઉઠ્યો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર, વિડીયો જોઇને તમે પણ ખુશ થઇ જશો

આ પણ વાંચો: રેમડેસિવિરને લઈને ખુશખબર: હવે દેશમાં નહીં રહે અછત, આ કંપની દરરોજ બનાવશે 30,000 ડોઝ