AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેન્ડ બાજાના તાલ પર PPE કીટમાં જ ઝૂમી ઉઠ્યો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર, વિડીયો જોઇને તમે પણ ખુશ થઇ જશો

આવા સમયમાં નાનું મનોરંજન પણ ખુબ મોટું મનોબળ પૂરું પાડતું હોય છે. એવા સમયમાં સોશિયલ મીડિયામાં આવા વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે.

બેન્ડ બાજાના તાલ પર PPE કીટમાં જ ઝૂમી ઉઠ્યો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર, વિડીયો જોઇને તમે પણ ખુશ થઇ જશો
વાયરલ વિડીયો
| Updated on: Apr 28, 2021 | 12:26 PM
Share

કોરોનાના આ સમયમાં વાતાવરણ ખુબ ગંભીર છે. સૌ કોઈ ચિંતામાં જોવા મળે છે. આરોગ્ય ક્ષેત્રે કામ કરતા કર્મીઓ પણ સતત સેવાના કામમાં વ્યસ્ત રહે છે. પોતાનો જીવ રેડીને દર્દીને બચાવવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. એવામાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો છે જે હળવાસની ક્ષણોનો અનુભવ કરાવે. સૌ ચિંતા મુક્ત કરાવે અને બે મિનીટ માટે ચહેરા પર સ્માઈલ અપાવી દે.

સોમવારે રાત્રે ઉત્તરાખંડના હલ્દ્વાની શહેરમાં સુશીલા તિવારી હોસ્પિટલ પાસેથી પસાર થતી એક જાનના કારણે તે સમયે ખળભળાટ મચી ગયો. જ્યારે પી.પી.ઇ કીટ પહેરેલી વ્યક્તિએ અચાનક જ સરઘસમાં પ્રવેશ કર્યો હતો. અને બેન્ડ બાજાના તાલ સાથે નાચવા લાગ્યો. રામપુર રોડ પરથી પસાર થતી શોભાયાત્રામાં પી.પી.ઇ કીટ પહેરેલી વ્યક્તિના અચાનક નાચવાને કારણે માત્ર સરઘસ જ નહીં પરંતુ પસાર થતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું.

‘હસતા હુઆ નૂરાની ચહેરા’ ગીત બેન્ડ બાજા પર વાગતું હતું. કે તરત જ આ વ્યક્તિએ ખૂબ ઠુમકા લગાવ્યા. આ જોઇને જાનના લોકો થોડા ઘભારાઈ ગયા. નાચીને જ્યારે આ વ્યક્તિ જતો રહ્યો ત્યારે તેમને જીવમાં જીવ આવ્યો. આ જાન એસ.ટી.એચ.ની નજીકના શાકુંતલમ બેન્ક્વેટ હોલ ખાતે આવી હતી.

https://twitter.com/dhruv_mis/status/1386988233444130816

એવું કહેવામાં આવી રહ્યું છે કે પી.પી.ઇ કીટ પહેરી શોભાયાત્રામાં નૃત્ય કરનાર વ્યક્તિ સુશીલા તિવારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર મહેશ હતો. તે કોવિડ -19 ના દર્દીઓને હોસ્પિટલમાં લઈ ગયો હતો. મહેશ પાંડે સવારથી મોડી રાત સુધી સતત લાંબા સમયથી કોરોના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યો છે. આ સમય દરમિયાન વરઘોડો એસ.ટી.એચ.ની બહાર પસાર થતાં તે પોતાને રોકી શક્યો નહીં. તેણે જણાવ્યું હતું કે તે માત્ર મનોબળ બદલવાના હેતુથી શોભાયાત્રામાં નૃત્ય કરતો હતો, વરઘોડામાં ગભરાટ ફેલાવવાનો તેમનો કોઈ ઇરાદો નથી.

આવા સમયમાં નાનું મનોરંજન પણ ખુબ મોટું મનોબળ પૂરું પાડતું હોય છે. એવા સમયમાં સોશિયલ મીડિયામાં આવા વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: રેમડેસિવિરને લઈને ખુશખબર: હવે દેશમાં નહીં રહે અછત, આ કંપની દરરોજ બનાવશે 30,000 ડોઝ

આ પણ વાંચો: મિત્રનો જીવ બચાવવા 24 કલાકમાં 1400 Km: ઓક્સિજન લઈને આવેલા મિત્રને જોઈ દર્દી રડી પડ્યો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">