Bahrain: બુરખો પહેરેલી મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી, રેસ્ટોરન્ટમાં મચ્યો ભારે હોબાળો
મનામાની પ્રખ્યાત રેસ્ટોરન્ટ અદાલિયામાં એક મહિલાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેનું કારણ માત્ર એટલું જ હતું કે, મહિલાએ બુરખો પહેર્યો હતો. જો કે રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવી છે. તેમજ ડ્યુટી મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બહેરીનની રાજધાની મનામાની પ્રખ્યાત અદાલિયા રેસ્ટોરન્ટ (Adalia Restaurant) માં બુરખો પહેરેલી મહિલાને પ્રવેશતા અટકાવવાનો મામલો સામે આવ્યો છે. આથી, મહિલાએ રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો હતો, પણ તેને મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે આ ઘટના બાદ બહેરીન ટૂરિઝમ એન્ડ એક્ઝિબિશન ઓથોરિટીએ રેસ્ટોરન્ટને બંધ કરી દીધી છે.
બહેરીનના ડેઈલી ટ્રિબ્યુન ન્યૂઝ અનુસાર, ઓથોરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રેસ્ટોરન્ટના સ્ટાફે બુરખો પહેરેલી મહિલાને મંજૂરી આપવાની મનાઈ કરી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી છે. આ પછી મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, પ્રાથમિક કાર્યવાહી કરીને રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવી છે.
ઓથોરિટી દ્વારા એક નંબર કર્યો જાહેર
ઓથોરિટી દ્વારા તમામ રેસ્ટોરન્ટ માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આમાં કડક આદેશ આપવામાં આવ્યા છે કે કોઈએ નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે લોકો સાથે ભેદભાવ કરતી કોઈપણ ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં. ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જેમાં વ્યક્તિની રાષ્ટ્રીયતા પ્રતિબિંબિત થાય છે.
ઓથોરિટી દ્વારા એક નંબર (17007003) પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અપીલ કરવામાં આવી છે કે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને તો તરત જ આ નંબર પર ફોન કરીને ગ્રાહક સુરક્ષા કેન્દ્રને તમારી ફરિયાદ આપી શકો છો.
કર્મચારીને કર્યા સસ્પેન્ડ
દરમિયાન, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહિલાને એન્ટ્રી ન આપવા બદલ માફી માંગવામાં આવી છે. તેમજ સ્ટાફની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. અમે તેની નિંદા કરીએ છીએ. તેમજ અમારી તપાસ દરમિયાન અમે ડ્યુટી મેનેજરને સસ્પેન્ડ કર્યા છે. અમે છેલ્લા 35 વર્ષથી લોકોને શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છીએ. અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમે તે કર્મચારીને સસ્પેન્ડ કર્યો છે.
આ પણ વાંચો: Hijab Controversy : કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદમાં સ્વતંત્રતાના બદલે પ્રતિબંધોને સમર્થન આપ્યું
આ પણ વાંચો: Hijab Controversy : કર્ણાટક હાઈકોર્ટ સાચું કહે છે, હિજાબ જેવા વિવાદ પાછળ એક જ કારણ છે.. ‘ગુપ્ત ગેંગ’!