AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાર વર્ષની બાળકીને શોધવા પોલીસની અનોખી તરકીબ, ઈનામની રકમ જાણીને તમારા હોંશ ઉડી જશે !

ઓસ્ટ્રેલિયામાં ક્લિઓ સ્મિથ નામની ચાર વર્ષની બાળકી શનિવારે વહેલી સવારે મેકલેઓડના બ્લોહોલ્સ કેમ્પસાઇટમાંથી ગાયબ થઈ હતી.

ચાર વર્ષની બાળકીને શોધવા પોલીસની અનોખી તરકીબ, ઈનામની રકમ જાણીને તમારા હોંશ ઉડી જશે !
Cleo Smith (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 2:51 PM
Share

Western Australia : છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી ચાર વર્ષની બાળકી માટે ઓસ્ટ્રેલિયન સરકારે (Australian Government) 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર, ક્લિઓ સ્મિથ, ચાર વર્ષની બાળકી, શનિવારે વહેલી સવારે મેકલેઓડના બ્લોહોલ્સ કેમ્પસાઇટમાં તેના પરિવારના તંબુમાંથી ગાયબ થઈ ગઈ હતી.

પોલીસ બાળકીને શોધવા તમામ પ્રયત્નો કરી રહી છે

અહેવાલોમાં કહેવામાં આવી રહ્યુ છે કે, બાળકી ગુમ થયા ત્યારથી પોલીસ ભૂપ્રદેશ અને નજીકના સમુદ્ર આસપાસ તેની શોધ કરી રહી છે. જો કે, સર્ચ ઓપરેશનમાં તૈનાત પોલીસને (WA Police Force) ગુમ થયેલા બાળક વિશે કોઈ માહિતી મળી નથી.

બાળકીને શોધવા પોલીસે ઓફર જાહેર કરી

પોલીસના જણાવ્યા અનુસાર, ક્લિઓએ (Cleo Smith) છેલ્લે લાલ અને કાળી સ્લીપિંગ બેગમાં સૂતી જોવા મળી હતી અને તેમણે વાદળી અને પીળા રંગનુ વન-પીસ સ્લીપસૂટ પહેર્યો હતુ. આ બાળકીને શોધવા પોલીસે બાળકી વિશેની તમામ જાણકારી લોકોને આપીને તેને શોધવા માટે મદદ કરવા જણાવ્યુ છે.

ક્લિઓના માતા-પિતાએ લોકોને વિનંતી કરી

15 ઓક્ટોબરના રોજ બ્લોહોલ્સ કેમ્પસાઇટમાં જ પોલીસે રાતવાસો કર્યો હતો.આ દરમિયાન તેમણે આસપાસના લોકોને બાળકી વિશે કોઈ પણ જાણકારી મળે તો 1800 333 000 પર ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરવા વિનંતી કરી છે. સાથે જ ક્લિઓની માતા એલી સ્મિથ અને પિતા જેક ગ્લિડનને પણ વાતચીત દરમિયાન તેની “રાજકુમારી” શોધવામાં મદદ કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : Russia Corona Update : રશિયામાં કોરોનાથી હાહાકાર, ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ખતરનાખ સબ-વેરિએન્ટ મળી આવ્યો

આ પણ વાંચો : ISIના પ્રમુખના નામ પર લાગશે મહોર, ઇમરાન ખાન પાકિસ્તાની ખુફિયા એજન્સીના પ્રમુખની કરશે નિયુક્તિ

g clip-path="url(#clip0_868_265)">