ISIના પ્રમુખના નામ પર લાગશે મહોર, ઇમરાન ખાન પાકિસ્તાની ખુફિયા એજન્સીના પ્રમુખની કરશે નિયુક્તિ

ISI ચીફની નિમણૂકને લઈને પાકિસ્તાનમાં (Pakistan) લાંબા સમયથી મડાગાંઠ છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ખાન 23 ઓક્ટોબરથી ત્રણ દિવસીય સાઉદી અરેબિયાની મુલાકાત માટે રવાના થશે.

ISIના પ્રમુખના નામ પર લાગશે મહોર, ઇમરાન ખાન પાકિસ્તાની ખુફિયા એજન્સીના પ્રમુખની કરશે નિયુક્તિ
Imran khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 12:29 PM

પાકિસ્તાનની (Pakistan) ગુપ્તચર એજન્સી, ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ના ચીફ અંગે હજુ પણ કોકડુ ગૂંચવાયેલું છે. આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઇમરાન ખાન (Imran khan) ત્રણ દિવસ માટે સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાતે જતા પહેલા, બે દિવસમાં આઇએસઆઇના નવા વડાની નિમણૂક કરશે. ઇમરાનખાન આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડી શકે છે. 

સ્થાનિક મીડિયાએ ઈમરાન ખાનના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “એવી સંભાવના છે કે આઈએસઆઈ ચીફની નિમણૂક અંગેની સૂચના શુક્રવારે એટલે કે આજે જાહેર કરવામાં આવશે.”

સૂત્રોએ જણાવ્યું હતું કે, ISI ચીફ માટે નિયુક્ત અધિકારીઓ પૈકી એક લેફ્ટનન્ટ જનરલ નદીમ અહમદ અંજુમ (Lt Gen Nadeem Ahmed Anjum) બુધવારે વડાપ્રધાનને મળ્યા હતા. તેમણે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી. હાલમાં અંજુમ કરાચી માટે કોર્પ્સ કમાન્ડર તરીકે કામ કરી રહ્યા છે. કેબિનેટના એક વરિષ્ઠ સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “સંભવત શુક્રવારે આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે.”

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે (Sheikh Rashid) થોડા દિવસો પહેલા કહ્યું હતું કે વડાપ્રધાન ઈમરાન શુક્રવાર સુધીમાં નવા આઈએસઆઈ ચીફની નિમણૂક કરશે. જો કે, ગુરુવારે જ્યારે રશીદનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું કે, ‘મને તેના વિશે કંઇ ખબર નથી.’ આઇએસઆઇ ચીફની નિમણૂકને લઇને પાકિસ્તાન લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ત્રણ દિવસની મુલાકાતે 23 ઓક્ટોબરે સાઉદી અરેબિયા જવા રવાના થશે. આ દરમિયાન ઇમરાન ખાન સાઉદી નેતૃત્વને મળશે અને રાજ્યમાં ગ્રીન ઇનિશિયેટિવ કોન્ફરન્સમાં ભાગ લેશે.

દેશના નાગરિક અને લશ્કરી નેતાઓ વચ્ચે બે સપ્તાહ પહેલા પાકિસ્તાનમાં એક પ્રકારનો વિવાદ થયો હતો. આર્મી ચીફ દ્વારા ટોચના અધિકારીઓમાં કેટલાક ફેરફાર સાથે તેની શરૂઆત થઈ. તેમણે લેફ્ટનન્ટ જનરલ અંજુમને આઈએસઆઈના આગામી ચીફ તરીકે અને વર્તમાન ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને પેશાવર માટે કોર્પ્સ કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે.

જો કે, વડાપ્રધાને લશ્કરી અધિકારીઓને કાનૂની અને બંધારણીય જરૂરિયાતો પૂરી કરવા કહ્યું હતું. તેમને એક સારાંશ પણ મોકલ્યો હતો. જેમાં ત્રણ ઉમેદવારોનાં નામ ISI ચીફ તરીકે આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Uttarakhand Chardham Yatra: ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આ તારીખથી ચાર ધામ યાત્રા થશે બંધ

આ પણ વાંચો : આ વરસે ગુજરાતમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાજ, જે ગત વર્ષ કરતા 8.74 ટકા વધારે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">