Burkina Faso Attack: બુર્કિના ફાસોમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓએ આતંક મચાવતા 41 લોકોના મોત , રાષ્ટ્રપતિએ બે દિવસના શોકની કરી જાહેરાત

આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં ઓચિંતા હુમલામાં ડઝનબંધ લોકોના મોત થયા છે. જે બાદ દેશમાં બે દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.

Burkina Faso Attack: બુર્કિના ફાસોમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓએ આતંક મચાવતા 41 લોકોના મોત , રાષ્ટ્રપતિએ બે દિવસના શોકની કરી જાહેરાત
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:56 AM

આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં (Burkina Faso) ઓચિંતા હુમલામાં 41 લોકોના મોત થયા છે. ઇસ્લામિક ઉગ્રવાદીઓએ ગયા અઠવાડિયે આ હુમલો કર્યો હતો, જેની માહિતી હવે સામે આવી છે. મૃતકોમાં દેશની સેનાને મદદ કરતી સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી નેતાઓનો પણ સમાવેશ થાય છે. સરકારે આ માહિતી આપી છે. ગુરુવારે લોરોમ પ્રાંતમાં કાફલા પર થયેલા ભીષણ હુમલા બાદ સરકારના પ્રવક્તા અલ્કાસોમ મૈગાએ (Alkassoum Maiga ) બે દિવસના શોકની જાહેરાત કરી છે.

પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ થાય છે,. જેને લાડજી યોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરે જણાવ્યું હતું કે ગણમ તેમના દેશ માટે શહિદ થયા છે અને “શત્રુ સામે લડવાની અમારી અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિક ચોક્કસપણે હશે.” આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ નાસૈબિયાના વરિષ્ઠ સંશોધક હેનીએ જણાવ્યું હતું કે, ગનમનું મૃત્યુ બુર્કિના ફાસોની સૌથી મહત્વપૂર્ણ સ્વૈચ્છિક સંસ્થાના નેતાએ ગભરાટનો માહોલ સર્જ્યો છે.

અલકાયદા અને આઈએસના હુમલામાં વધારો થયો છે બુર્કિના ફાસો એક સમયે શાંતિપૂર્ણ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં હિંસા વધી રહી છે કારણ કે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હુમલામાં વધારો થયો છે. જેના કારણે લગભગ એક મહિના સુધી થયેલા હુમલામાં 53 લોકો માર્યા ગયા હતા. તે વર્ષોમાં બુર્કિનાના સુરક્ષા દળો પરનો સૌથી ઘાતક હુમલો હતો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

સરકારના પ્રવક્તા અલકાસોમ માઇગાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિએ આ દર્દનાક પરિસ્થિતિમાં અને માતૃભૂમિની રક્ષામાં મૃત્યુ પામેલા બહાદુર VDP અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રવિવારથી 48 કલાકના રાષ્ટ્રીય શોકનો આદેશ આપ્યો છે,”

સરકાર આતંકને રોકવામાં નિષ્ફળ રહી છે ચાર વર્ષથી ચાલી રહેલા ઈસ્લામિક ઉગ્રવાદીઓના આતંકને રોકવામાં નિષ્ફળ રહેલી સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી આ ઘાતક હુમલાઓનો સામનો કરી રહી છે. સાલેહ ક્ષેત્રમાં હજારો લોકો ઉગ્રવાદીઓના હુમલામાં મૃત્યુ પામ્યા છે અને લગભગ 10 લાખ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ પ્રદેશમાં દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બુર્કિના ફાસો, નાઇજર અને માલી જેવા દેશોમાં લગભગ દર અઠવાડિયે હુમલામાં સૈનિકો માર્યા જાય છે.

આ પણ વાંચો : Punjab Elections 2022 : ચૂંટણીમાં હાથ અજમાવવા અંગે ટિકૈતનો ખુલાસો, સંયુક્ત કિસાન મોરચા ચૂંટણી નહીં લડે, જે લડે છે તેમની સાથે કોઈ લેવા દેવા નથી

આ પણ વાંચો : UP Elections 2022: વડાપ્રધાન મોદી કાનપુરને આપશે મેટ્રોની ભેટ , 12600 કરોડની યોજનાનું કરશે ઉદ્ઘાટન

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">