Auction : રૂપિયા 13 કરોડ 41 લાખમાં વેચાયા Kanye Westના બૂટ, એવું તે શું છે આ બૂટમાં ?

Auction : પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટ(Kanye West)ના કાળા બૂટ 1.8 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર બૂટ(Sneakers Shoes) ની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. કાન્યેએ(Kanye West) ગ્રેમી એવોર્ડ્સમાં આ જૂતા પહેર્યા હતા.

Auction : રૂપિયા 13 કરોડ 41 લાખમાં વેચાયા Kanye Westના બૂટ, એવું તે શું છે આ બૂટમાં ?
બૂટની કિંમત વિશ્વ રેકોર્ડ
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 6:35 PM

Auction : પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટ(Kanye West)ના કાળા બૂટ 1.8 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર બૂટ(Sneakers Shoes) ની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. કાન્યેએ(Kanye West) ગ્રેમી એવોર્ડ્સમાં આ જૂતા પહેર્યા હતા.

પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટ(Kanye West) તેના છૂટાછેડાને કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે. પરંતુ હવે તેના સ્નીકર શૂઝ(Sneakers Shoes)ને કારણે તે હેડલાઇન બન્યો છે. કાન્યે વેસ્ટનો જૂતા 1.8 મિલિયન ડોલરથી વધુ એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર જૂતાની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. અહેવાલો અનુસાર, કાન્યેએ ગ્રેમી એવોર્ડ્સમાં આ નાઇકી એર યીઝી 1s જૂતા પહેર્યા હતા.

પાછલા રેકોર્ડ ભાવ કરતાં ત્રણ ગણો આ પહેલા, ઓગસ્ટ 2020 માં યોજાયેલી હરાજીમાં, નાઇક એર જોર્ડન 1s પગરખાંએ સૌથી વધુ ખર્ચાળ વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. જૂતાની હરાજી $ 6.15 લાખમાં થઈ હતી. પરંતુ કાન્યેના જૂતાની કિંમત લગભગ ત્રણ ગણા રૂપિયામાં હરાજી કરવામાં આવી છે, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કાન્યેએ 2008ના ગ્રેમી એવોર્ડ્સમાં આ જૂતા પહેર્યા હતા

‘સોથેબી’ (Sotheby)ના કહેવા પ્રમાણે, ‘આ સ્નીકર વેચાણના મામલે સૌથી વધુ જાહેરમાં નોંધાયેલ કિંમત પ્રાપ્ત કરી છે. કાન્યે 2008 ના ગ્રેમી એવોર્ડ્સ દરમિયાન આ બ્લેક હાઈ-ટોપ નાઇક એર યીઝી 1s પહેર્યા હતા. ત્યારબાદ તેણે ‘હે મામા’ અને ‘સ્ટ્રોન્ગર’ ગીતો પર પર્ફોમન્સ આપ્યું હતું.

નાઇક અને કાન્યે વચ્ચે આ સોદો કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે આ સ્નીકર શૂઝ નાઇક અને કાન્યે વેસ્ટ વચ્ચેના સહયોગનો એક ભાગ હતો. તે એક પ્રોટોટાઇપ હતો, જેનું મોડેલ એપ્રિલ 2009 સુધી બજારમાં વેચવા માટે મૂકવામાં આવ્યું ન હતું. કાન્યેના આ જૂતાને હરાજીમાં RARES દ્વારા ખરીદવામાં આવ્યા હતા. કે જે સ્નીકરનું એક રોકાણ બજાર છે, જે લોકોને દુર્લભ એથલેટિક જૂતા ખરીદવાની મંજૂરી આપે છે.

કોણે ખરીદ્યા કાન્યેના આ જૂતા આ પગરખાં કોઈપણ વ્યક્તિ RARES થકી ખરીદી શકે છે. પરંતુ આ માટે, તે વ્યક્તિએ કંપનીના શેર ખરીદવા પડે છે અને, કંપનીમાં રોકાણકાર બનવું પડે છે. અમેરિકન ભૂતપૂર્વ ફુટબોલર ગેરોમ સૈપએ માર્ચ મહિનામાં RARES દ્વારા સ્નીકર કલેક્ટર રાયન ચાંગ પાસેથી ખાનગી વેચાણ દ્વારા આ નાઇક એર યીઝી 1 સે પગરખાં ખરીદ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">