South Africa: ભારતીયો પરના હુમલા મુદ્દે ભારત સરકાર ચિંતિત, એસ. જયશંકરે આફ્રિકન વિદેશ પ્રધાન સાથે કરી વાતચીત

દક્ષિણ આફ્રિકામાં વ્યાપક હિંસા અને તોફાનોના અહેવાલો વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને દક્ષિણ આફ્રિકા સાથે વાત કરી.

South Africa: ભારતીયો પરના હુમલા મુદ્દે ભારત સરકાર ચિંતિત, એસ. જયશંકરે આફ્રિકન વિદેશ પ્રધાન સાથે કરી વાતચીત
S. Jaishankar holds talks with African Foreign Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 12:31 PM

દક્ષિણ આફ્રિકામાં (South Africa) પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાનાને (Jacob Zuma) કોર્ટના અવમાનના કેસમાં જેલમાં મોકલ્યા બાદ સમર્થકો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં વ્યાપક હિંસા અને તોફાનોના અહેવાલો વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને દક્ષિણ આફ્રિકા સાથે વાત કરી છે. વિદેશ પ્રધાને દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન નાલેદી પાન્ડોર (Naledi Pandor) સાથે વાતચીત કરી હતી. વિદેશ પ્રધાને ટ્વીટ કરીને માહિતિ આપી હતી. નાલેદી પાન્ડો દ્વારા ભારતીયોની સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે.

શાંઘાઈ સહયોગ સંગઠનની (એસસીઓ) બેઠકોમાં ભાગ લેવા તાજકીસ્તાનની મુલાકાતે આવેલા જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન નાલેદી પાન્ડોર સાથેની વાતચીતની સરાહના કરૂ છું. તેમણે ખાતરી આપી હતી કે, તેમની સરકાર કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોએ સરકાર પાસે મદદ માટે માગ કરી હતી. લોકો સોશિયલ મીડિયા પર પણ મદદ માગી રહ્યા છે. ઝુમાની સજાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસાને બુધવારે ‘આર્થિક વિધ્વંસ’ જાહેર કરવામાં આવી હતી. હિંસામાં કેટલીક ફેક્ટરીઓ અને મહત્વપૂર્ણ સપ્લાય યુનિટ સળગાવી દેવામાં આવ્યા હતા. આ હિંસાનો ભોગ ભારતીયો પણ બની રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ (Cyril Ramaphosa) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની સજા સામે થયેલા પ્રદર્શનની નિંદા કરી છે.

આ પણ વાંચો: BJPના આ સાંસદ પોતે વિમાન ઉડાવીને DMKના સાંસદ દયાનિધિ મારનને લઈ ગયા દિલ્લીથી ચેન્નઈ, જાણો આ રસપ્રદ કિસ્સો

આ પણ વાંચો: RBI એ Master Card ના નવા Debit અને Credit Card જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો , જાણો શું છે કારણ? હાલના ગ્રાહકો પર શું પડશે અસર?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">