AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War : ઈઝરાયેલ પર હુમલો કરી ઈરાને કહ્યું- યુદ્ધ ખતમ, અમેરિકા દૂર રહે આ અમારો મામલો છે

Iran's Attack on Israel : ડ્રોન હુમલો કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે. ઈરાને કહ્યું કે આ દમાસ્કસમાં તેમના દૂતાવાસ પર ઈઝરાયેલે કરેલા હુમલાનો જવાબ છે. હુમલા સાથે મામલો પૂરો થયો ગણી શકાય. આ સાથે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તે આ સંઘર્ષથી દૂર રહે. આ અમારો મામલો છે.

Iran Israel War : ઈઝરાયેલ પર હુમલો કરી ઈરાને કહ્યું- યુદ્ધ ખતમ, અમેરિકા દૂર રહે આ અમારો મામલો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2024 | 9:05 AM
Share

ઈરાને ઈઝરાયેલ પર પહેલો સીધો હુમલો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે ઈરાને ઈઝરાયેલ તરફ 150 થી વધુ ડ્રોન અને 200 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. જે બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તરત જ સંરક્ષણ દળ અને અન્ય અધિકારીઓ સાથે યુદ્ધ બેઠક યોજી હતી. પરંતુ હુમલાના થોડા કલાકો બાદ ઈરાનનું સત્તાવાર નિવેદન બહાર સામે આવ્યું છે, જેમાં તેમણે યુદ્ધ ખતમ કરવાની વાત કરી હતી.

ઈરાને કહ્યું કે, ઈઝરાયેલ પર તેનો ડ્રોન હુમલો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 51 પર આધારિત છે. સીરિયાના દમાસ્કસમાં ઈઝરાયેલે ઈરાનના દૂતાવાસ પર ગત 1 એપ્રિલે કરેલા હુમલાના જવાબમાં આ પ્રતિહુમલો કરવામાં આવ્યો છે. ઈરાને તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે હુમલા સાથે મામલો પૂરો થયેલો ગણી શકાય. જેનો સીધો અર્થ એ થયો કે ઈરાને કહ્યું છે કે આ યુદ્ધ ખતમ થઈ ગયું છે.

અમેરિકાને આપી ધમકી

જોકે, ઈરાને પોતાના સત્તાવાર સંદેશમાં ઈઝરાયલની સાથે સાથે અમેરિકાને પણ ચેતવણી આપી છે. ઈરાને કહ્યું કે જો ઈઝરાયલના સત્તાવાળાઓ હવે કોઈ બીજી ભૂલ કરશે તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર હશે. આ સંઘર્ષ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છે, જેનાથી અમેરિકા દૂર રહે.

ઈરાનના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થઈ ગયું છે. જોકે, ઈઝરાયેલ હજુ પણ સંપૂર્ણ રીતે એલર્ટ છે. ઈઝરાયેલે તેની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. વાયુસેના અને નૌકાદળ બંને હાઈ એલર્ટ મોડ પર છે અને કડક તકેદારી રાખી રહ્યા છે. ઈઝરાયેલે આશંકા વ્યક્ત કરી છે કે, ઈરાને પણ મિસાઈલ છોડી છે.

ખતરો હજુ યથાવત

ઇઝરાયેલે ઉત્તરી ગોલાન હાઇટ્સ, દક્ષિણ ઇઝરાયેલ અને અન્ય સરહદી ઘણા વિસ્તારોમાં લોકોને આગામી સૂચના સુધી બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચના આપી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને બ્રિટને ઈઝરાયેલ તોળાઈ રહેલો ભીષણ યુદ્ધનો ખતરો ટાળી દીધો છે.

એવું માનવામાં આવે છે કે અમેરિકાના સૈન્યે શનિવારે ઈઝરાયેલ તરફ જઈ રહેલા ઈરાની ડ્રોન વિમાનને તોડી પાડ્યું હતું. ત્રણ અમેરિકન અધિકારીઓએ કહ્યું કે કેટલા ડ્રોન તોડી પાડવામાં આવ્યા તે ચોક્કસ કહી શકાય તેમ નથી. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે કહ્યું કે તેણે હુમલામાં ઈઝરાયેલ પર ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો છોડ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">