USA : હુમલાખોરોએ શાળાની બહાર બે વિદ્યાર્થીઓને ગોળી મારી, એકનું મોત અને એકની હાલત ગંભીર
રિચફિલ્ડ પોલીસે અહેવાલ આપ્યો કે વિદ્યાર્થીઓને મિનિયાપોલિસ શાળાની બહાર લગભગ 12:07 વાગ્યે ગોળી મારવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગોળીબાર કર્યા પછી તરત જ શંકાસ્પદો સ્થળ પરથી ભાગી ગયા હતા.
અમેરિકાના (America) મિનેસોટા રાજ્યના રિચફિલ્ડ શહેરમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે, જ્યાં એક સ્કૂલની બહાર બે વિદ્યાર્થીઓને ગોળી મારી દેવામાં આવી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રિચફિલ્ડ પોલીસે (Richfield Police) માહિતી આપી હતી કે મિનિયાપોલિસ સ્કૂલની બહાર બપોરે 12:07 વાગ્યે વિદ્યાર્થીઓને ગોળી મારી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગોળીબાર કર્યા પછી તરત જ શંકાસ્પદો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ પણ કર્યું હતું.
જિલ્લા અધિક્ષક સાન્દ્રા લેવાન્ડોવસ્કીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાળાના આગળના પ્રવેશદ્વાર પાસે ગોળી મારી દેવામાં આવી હતી આ ઘટના ત્યારે બની જ્યારે તેમના માતાપિતા તેમને શાળાએ લેવા આવ્યા હતા. આ સાઉથ એજ્યુકેશન સેન્ટરમાં લગભગ 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે હાઈસ્કૂલ જેવા અલગ પ્રોગ્રામ ચલાવે છે. તેણે આ ઘટનાને રિચફિલ્ડ શહેર માટે દુઃખદ દિવસ ગણાવ્યો.
મિનિયાપોલિસ સ્ટાર ટ્રિબ્યુને અહેવાલ આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં એક વિદ્યાર્થી તેની બેગમાં બંદૂક લાવ્યા પછી પોલીસને શાળામાં બોલાવવામાં આવી હતી. આ પછી વિદ્યાર્થીઓએ શાળાના સ્ટાફને જાણ કરી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે તે સમયે શાળાના એન્ટી ગેટ પર મેટલ ડિટેક્ટર બંધ હતા. તાજેતરના વર્ષોમાં, એવું જોવામાં આવ્યું છે કે ઘણા જિલ્લાઓએ શાળા સંસાધન અધિકારીઓને દૂર કર્યા છે અને તેમની જગ્યાએ વિદ્યાર્થી સુરક્ષા કોચ સાથે સંબંધ નિર્માણ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર કામ કર્યું છે.
રિચફિલ્ડની ઘટનાના થોડા દિવસો પહેલા વોશિંગ્ટનની એક હોટલમાં ગોળીબાર થયો હતો, જેમાં 1 મહિલાનું મોત થયું હતું અને 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં આવેલી એક હોટલમાં ફાયરિંગની ઘટનામાં 5 લોકોને ગોળીઓ વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘણી સતર્ક બની ગઈ હતી અને કેટલાક કલાકો સુધી વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, હોટલના રૂમમાં પાર્ટી દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાયો હતો, ત્યારપછી સ્થાનિક સમય અનુસાર લગભગ 3.30 વાગ્યે અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો –
Canada : વેક્સિનેશન ફરજીયાત કરાતા ઓટાવામાં થયું વિરોધ પ્રદર્શન, નેશનલ વોર મેમોરિયલ પર કર્યો પેશાબ !
આ પણ વાંચો –