Punjab Elections 2022 : ચૂંટણીમાં હાથ અજમાવવા અંગે ટિકૈતનો ખુલાસો, સંયુક્ત કિસાન મોરચા ચૂંટણી નહીં લડે, જે લડે છે તેમની સાથે કોઈ લેવા દેવા નથી

પંજાબમાં ખેડૂતોના જૂથના રાજકીય મોરચાની રચના અંગે ટિકૈતે કહ્યું, "અમે 15 જાન્યુઆરીએ બેઠક કરી રહ્યા છીએ અને પછી અમે તેના વિશે વાત કરીશું."

Punjab Elections 2022 : ચૂંટણીમાં હાથ અજમાવવા અંગે ટિકૈતનો ખુલાસો, સંયુક્ત કિસાન મોરચા ચૂંટણી નહીં લડે, જે લડે છે તેમની સાથે કોઈ લેવા દેવા નથી
Rakesh Tikait ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:40 AM

પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Elections) લડવા માટે રાજકીય મોરચો રચી રહેલા ખેડૂતોના સંગઠનોથી અંતર રાખીને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) રવિવારે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચો (Samyukt Kisan Morcha) કોઈ ચૂંટણી લડશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જે ખેડૂત સંગઠનો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેમની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.જાટ સમુદાયના પ્રતિભા સન્માનમાં ભાગ લેવા આવેલા ટિકૈતને જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘આચારસંહિતા લાગુ થયા પછી અમે કહીશું કે ત્યાં શું કરવું.’

જોકે, તેણે કહ્યું કે કિસાન કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. એટલું જ નહીં, જ્યારે તેમને પંજાબમાં સંયુક્ત કિસાન મોરચાને વિધાનસભા ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “સંયુક્ત કિસાન મોરચા ચૂંટણી લડી રહ્યું નથી. અમે રાજકારણમાં પ્રવેશ નહીં કરીએ.

‘સંયુક્ત કિસાન મોરચા કોઈ ચૂંટણી નહીં લડે’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટિકૈતે કહ્યું, ‘હું રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને સંયુક્ત કિસાન મોરચા કોઈ ચૂંટણી લડશે નહીં. જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેમણે તેમની વ્યક્તિગત ક્ષમતામાં લડવું જોઈએ. તેમને અમારી સાથે કોઈ લેવાદેવા નથી. અમારી પાસે કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી. પંજાબમાં રાજનીતિક મોરચો બનાવનાર કિસાન સમૂહ પર ટિકૈતે કહ્યું હતું કે, અમે 15 જાન્યુઆરીના રોજ એક બેઠક કરવા જઈ જઈ રહ્યા છે અને પછી અમે આ બાબતે વાત કરીશું. પંજાબના ઘણા કિસાન સંગઠનોએ આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો ફેંસલો કર્યો છે.

22 ખેડૂત સંગઠનોએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું

શનિવારે ખેડૂતોના 22 સંગઠનોએ રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ સંગઠનોએ સાથે મળીને સંયુક્ત સમાજ મોરચા નામનું એક ચૂંટણી સંગઠન પણ શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા રાજ્યની તમામ 117 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડશે. ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ ચંદીગઢમાં નવા રચાયેલા મોરચાનું નેતૃત્વ કરશે.

મોરચા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં રાજેવાલે કહ્યું, ‘પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 લડવા માટે એક નવા સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે. ખેડૂતોના 22 સંગઠનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આપણે સિસ્ટમ બદલવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ મોરચાને સમર્થન આપે.

આ પણ વાંચો : UP Elections 2022: વડાપ્રધાન મોદી કાનપુરને આપશે મેટ્રોની ભેટ , 12600 કરોડની યોજનાનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીએ પરિવાર અને મિત્રો સાથે કરી ક્રિસમસની ઉજવણી, કુન્દ્રા પરિવાર મુંબઈ છોડીને હિલ સ્ટેશન પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">