Libya: જહાજમાં થયેલી દુર્ઘટનામાં 57થી વધુ લોકોના મોત થયાની આશંકા: સંયુક્ત રાષ્ટ્ર

|

Jul 27, 2021 | 10:20 AM

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લિબિયાના દરિયાકાંઠે A75 બોટની દુર્ઘટનાને પગલે 57 થી વધુ લોકોના મોત થયા છે.લિબિયા દરિયાકાંઠે એક અઠવાડિયામાં થયેલી આ બીજી દરિયાઇ દુર્ઘટના હતી.

Libya: જહાજમાં થયેલી દુર્ઘટનામાં 57થી વધુ લોકોના મોત થયાની આશંકા: સંયુક્ત રાષ્ટ્ર
At least 57 dead as boat carrying African migrants capsizes off Libya coast

Follow us on

Libya: લિબિયામાં થયેલી દુર્ઘટનામાં 57થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાને પગલે પ્રત્યક્ષદર્શિ એમ મેહલીએ જણાવ્યું હતું કે, “જહાજમાં એન્જિનની (Engine)સમસ્યાને કારણે જહાજ બંધ થઈ ગયું હતું અને બાદમાં આ દુર્ઘટના (Tragedy) થઈ હતી.”

UNના (United nations)અધિકારીએ જણાવ્યું છે કે, સોમવારે લિબિયાના દરિયાકાંઠે આફ્રિકન સ્થળાંતર કરનારી બોટમા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 57 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થાના પ્રવક્તા, સફા મેશ્હલીએ જણાવ્યું હતું કે, આ જહાજ રવિવારે પશ્ચિમના દરિયાકાંઠાના ખુમ્સ શહેરથી નીકળ્યું હતું અને આ જહાજમાં મહિલાઓ અને બાળકો સહિત 75 લોકો સામેલ હતા.આ દુર્ઘટનાને(Marine tragedy) પગલે સ્થાનિક માછીમારો અને લિબિયાના દરિયાકાંઠાના રક્ષકો દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા.

જ્યારે આ દુર્ઘટનામાં બચેલા લોકો, જે નાઇજીરીયા, ઘાના અને ગાંબિયાના છે, તેઓએ જણાવ્યું હતું કે એન્જિનની સમસ્યાને કારણે જહાજ બંધ થઈ ગયું હતું અને બાદમાં ખરાબ વાતાવરણને કારણે આ જહાજમાં દુર્ઘટના થઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લિબિયા દરિયાકાંઠે એક અઠવાડિયામાં થયેલી આ બીજી દરિયાઇ દુર્ઘટના

આપને જણાવવુ રહ્યું કે, લિબિયા દરિયાકાંઠે (Libya Coast)એક અઠવાડિયામાં થયેલી આ બીજી દરિયાઇ દુર્ઘટના હતી. સ્થળાંતર એજન્સીના (migration agency)એક અહેવાલમાં જણાવાયું છે કે ,2020 ના પહેલા છ મહિનાની તુલનામાં આ વર્ષે અત્યાર સુધીમાં  થયેલ મુત્યુઆંક વધારે છે.

તેમણે અહેવાલ આપ્યો છે કે જાન્યુઆરીથી જૂન (January To June)દરમિયાન ઓછામાં ઓછા 1,146 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં લિબિયા અને ઇટાલી (Itali) વચ્ચેનો મધ્ય ભૂમધ્ય માર્ગમાં સૌથી વધુ 741 લોકોના મોત થયા છે.જ્યારે આ વર્ષની વાત કરાવમાં આવે તો,આ વર્ષે અત્યાર સુધીની સૌથી ભયંકર 22 એપ્રિલની દરિયાઈ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા છે.

 

આ પણ વાંચો: વિશ્વના આ દેશમાં કોરોના વાઈરસથી 100 બાળકોના મોતથી મચ્યો હડકંપ

આ પણ વાંચો: Vijay Mallya Case: બ્રિટિશ હાઇકોર્ટે વિજય માલ્યાને દેવાળીયો જાહેર કર્યો, ભારતીય બેંકો માટે હવે સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકળો

Published On - 10:15 am, Tue, 27 July 21

Next Article