અમેરિકામાં ભારતીય એન્જિનિયર બન્યો દેવદૂત,સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવ્યા

|

Jun 12, 2022 | 9:03 AM

અમેરિકાના (America)ન્યૂ ઓર્લિયન્સ શહેર તરફ જઈ રહેલા ભારતીય એન્જિનિયર યુવકે દરિયામાં ફસાયેલા લોકોને યુવકે પોતાની બુદ્ધિમતાથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

અમેરિકામાં ભારતીય એન્જિનિયર બન્યો દેવદૂત,સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવ્યા
Image Credit source: Symbolic photo

Follow us on

એક ભારતીય એન્જિનિયરે (Indian Engineer ) પોતાની બુદ્ધિમત્તા અને બહાદુરીથી સમુદ્રની વચ્ચે વાવાઝોડામાં ફસાયેલા લોકોના જીવ બચાવ્યા હતા. યુવક ઓઇલ ભરેલા જહાજ (oil tanker Ship)માં સવાર હતો . અમેરિકાના શહેર ન્યુ ઓર્લિયન્સ તરફ જઈ રહ્યું હતું. ઓઈલ ભરેલા જહાજમાં સવાર એક ભારતીય એન્જિનિયરે ખરાબ હવામાનને કારણે દરિયામાં ફસાયેલી બોટમાંથી લોકોને બચાવવામાં મદદ કરી હતી. યુવક તેલ ભરેલા જહાજમાં સવાર હતો અને  અમેરિકાના (America)ન્યૂ ઓર્લિયન્સ શહેર તરફ જઈ રહ્યો  હતો. આ જહાજમાં સવાર  ભારતીય એન્જિનિયર યુવકે  જોયું હતું  કે કેટલાક લોકો દરિયામાં  યાટમાં ફસાઈ  ગયા છે આ જોઈને  તેણે   ફસાયેલા લોકોને પોતાની બુદ્ધિમતાથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એજન્સીએ આ અંગે માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું હતું કે  આ એન્જિનિયરને સેનામાં કામ કરવાનો અનુભવ હતો.  તેણે એપ્રિલ મહિનામાં ચાર લોકોને (એક યુએસ નાગરિક, એક આર્જેન્ટિનાના નાગરિક, એક એન્ટિગુઆનો નાગરિક અને એક બ્રિટિશ કેપ્ટન) એન્ટિગુઆ અને બાર્બુડાથી એક મહિનાની લાંબી મુસાફરીએ નીકળ્યા હતા અને આ લોકો એટલાન્ટિક મહાસાગર પાર કરીને બાર્સેલોના જવાના હતા. તેમને બચાવ્યા હતા.

આ લોકોની દરિયાઈ મુસાફરી શરૂ થવાના પાંચ જ દિવસમાં તો લોકોની યાટનું જનરેટર તૂટી ગયું, પરંતુ તેણે ખાદ્યપદાર્થો અને ઈલેક્ટ્રોનિક સાધનોની બેટરી વગેરે સાચવી સાચવીને મુસાફરી ચાલુ જ રાખી. આ દરમિયાન, 15 મેના રોજ, અચાનક જ હવામાન ખરાબ થઈ ગયું હતું અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. આ બોટ પરના મુસાફરોએ રેડિયો દ્વારા નજીકના જહાજો સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને બચાવવા માટે જાણ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વેનેસા નામના બચી ગયેલા મુસાફરે કહ્યું હતું કે એ હવામાન ખૂબ જ ખરાબ હતું અને અચાનક આ ટેન્કર ક્યાંથી આવ્યું તેની અમને ખબર નથી. ટેન્કર જહાજ જોઈને તેણે પોતાની બોટ છોડીને ટેન્કરમાં બેસીને પોતાનો જીવ બચાવવાનો નિર્ણય કર્યો.

 

Next Article