અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતી વેપારીને ત્યાં ફિલ્મી ઢબે લૂંટ, ગણતરીની સેકન્ડોમાં દાગીના લઈ લૂંટારા ફરાર

લૂંટારૂઓ તેમને ગોળી તો નથી મારતા પરંતુ નીચે સૂવાડી દે છે. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે લૂંટારૂઓ કોઈને ગોળી મારવા નહોતા માગતા. જોકે, દ્રશ્યોમાં સમગ્ર લૂંટની કેવી રીતે અંજામ આપવામાં આવે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.

અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતી વેપારીને ત્યાં ફિલ્મી ઢબે લૂંટ, ગણતરીની સેકન્ડોમાં દાગીના લઈ લૂંટારા ફરાર
robbery
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 12:53 PM

અમેરિકા (America) ના ન્યૂજર્સી (New Jersey) માં ગુજરાતી વેપારી (Gujarati businessman) ને ત્યાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. ઘટના ઓક્ટ્રી રોડ પરની છે.. જ્યાં વિરાણી જ્વેલર્સ નામની દુકાનમાં અચાનક જ લૂંટારૂઓ ત્રાટક્યા અને ગણતરીની સેકન્ડોમાં દુકાનમાંથી દાગીના લઈને રફુચક્કર થઈ ગયા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જ્વેલર્સની દુકાનમાં માલિક અને તેની સામે એક ગ્રાહક બેઠેલા જોવા મળે છે. ત્યારબાદ દુકાનનો કોઈ વ્યક્તિ અંદર પ્રવેશે છે. તેની પાછળ પાછળ બંદૂક સાથે કાળા ડ્રેસમાં લૂંટારૂઓ દુકાનમાં પ્રવેશે છે. અંદર પ્રવેશતાની સાથે જ તેઓ લૂંટ ચલાવવાનું શરૂ કરી દે છે. પહેલેથી જ આયોજન કરીને આવેલા લૂંટારૂઓ પોતાની બેગમાં સોનાના દાગીના ભરવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન ગ્રાહક, જ્વેલર્સના માલિક અને કર્મચારી ગભરાઈ જાય છે. લૂંટારૂઓ તેમને ગોળી તો નથી મારતા પરંતુ નીચે સૂવાડી દે છે. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે લૂંટારૂઓ કોઈને ગોળી મારવા નહોતા માગતા. જોકે, દ્રશ્યોમાં સમગ્ર લૂંટની કેવી રીતે અંજામ આપવામાં આવે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.

ગુજરાતી વેપારીને ફરી ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે આ પહેલા પણ અમેરિકામાં ઘણા વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂક્યા છે. જોકે આ મૂળ ગુજરાતી વેપારી ગુજરાતના કયા જિલ્લાના વતની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને પોલીસ દ્વારા લૂંટારૂઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">