Ukraine Russia War: યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે આ વીડિયો થયો વાયરલ, 30 લાખથી વધુ વ્યૂઝ

|

Mar 07, 2022 | 1:42 PM

યુક્રેન અને રશિયા (Ukraine Russia War) વચ્ચે સતત 12માં દિવસે યુદ્ધ ચાલુ છે. જ્યાં રશિયા બોમ્બ વરસાવી રહ્યું છે, ત્યાં યુક્રેન પણ પાછળ નથી. તેણે રશિયાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. જો કે યુક્રેનના ઘણા શહેરોમાં સર્વત્ર વિનાશ દેખાઈ રહ્યો છે.

Ukraine Russia War: યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે આ વીડિયો થયો વાયરલ, 30 લાખથી વધુ વ્યૂઝ
emotional video of Ukrainian woman playing piano goes viral

Follow us on

ભયાનક બોમ્બ ધડાકામાં ઘણા ઘરો બરબાદ થયા, ઘણા પરિવારો બરબાદ થઈ ગયા. લોકો પડોશી દેશોમાં સલામત સ્થળોની શોધમાં આમ-તેમ દોડી રહ્યા છે. યુક્રેનની (Ukraine) તાજેતરની સ્થિતિની તસવીરે દુનિયાભરના લોકોની આંખોમાં આંસુ લાવી દીધા છે. યુક્રેન અને રશિયા (Ukraine Russia War) વચ્ચે સતત 12માં દિવસે વિનાશક યુદ્ધ ચાલી રહ્યું છે.

એક તરફ રશિયા બોમ્બ ફેંકી રહ્યું છે, ત્યારે યુક્રેન પણ પાછળ નથી. તેણે રશિયાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. જો કે, યુક્રેનના ઘણા શહેરોમાં સર્વત્ર વિનાશ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન અહીંના લવિવિ રેલવે સ્ટેશન પર એક મહિલાનો પિયાનો વગાડતો વીડિયો (Woman playing piano) ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ચિંતિત લોકોની અવર-જવર આ વીડિયોને ખૂબ જ ભાવુક બનાવી રહી છે. 5 ફેબ્રુઆરીએ ટ્વિટર પર શેયર કરવામાં આવેલો આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ ભાવુક થઈ રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગાયક લુઈસ આર્મસ્ટ્રોંગનું ગીત

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલા યુક્રેનના લવિવિ રેલવે સ્ટેશનની બહાર ગાયક લુઈસ આર્મસ્ટ્રોંગનું ગીત ‘વોટ અ વન્ડરફુલ વર્લ્ડ’ (What A Wonderful World) પિયાનોની ધૂન વગાડતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાની પાછળ બેચેન અને પરેશાન લોકો યુદ્ધમાંથી બચવા માટે આશ્રય લેતા જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય અને પિયાનોની ધૂન લોકોને ખૂબ જ ભાવુક કરી રહી છે. પૂર્વી યુક્રેનમાં રશિયન હુમલાથી થયેલી તબાહી બાદ આ જગ્યા શરણાર્થીઓથી ભરેલી છે.

જૂઓ આ વીડિયો…….

શનિવારે સાંજે ટ્વિટર પર શેયર કરવામાં આવેલો આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. માત્ર 41 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયો પોસ્ટને 1 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે 27 હજારથી વધુ લોકોએ તેને રીટ્વીટ કરી છે. સેંકડો લોકોએ આના પર તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

આ વીડિયોને જોઈને મોટાભાગના લોકો ઈમોશનલ થઈ ગયા છે તો કેટલાક યુઝર્સે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. લોકોનું કહેવું છે કે આ મહિલા માત્ર મીડિયાને કવર કરવા માટે આવું કરી રહી છે. સારું, મામલો ગમે તે હોય પણ યુક્રેનની તાજેતરની સ્થિતિને જોતા એમ કહી શકાય કે, આવી ખુશીની ક્ષણો લોકોને નવી આશા આપે છે.

આ પણ  વાંચો: Russia-Ukraine War : યુદ્ધમાં રશિયાના મેજર જનરલનું મોત, પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો

આ પણ  વાંચો: બાળકની ગજબની તીરંદાજી, અદ્ભૂત ટેલેન્ટનો આ Viral વીડિયો લોકો જોઈ રહ્યા છે વારંવાર

Next Article