Baba Vanga Prediction: શું બાબા વાંગાની બીજી ભવિષ્યવાણી સાચી થશે? રશિયા વિશે આ મોટી વાત કહી હતી
બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે પોતાની દૃષ્ટિ ગુમાવી હોવાનો દાવો કર્યો હતો. તે પછી તેમને ભવિષ્ય જોવા માટે ભગવાન તરફથી ખૂબ જ દુર્લભ ભેટ આપવામાં આવી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
રશિયાએ (Russia) યુક્રેન પર હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનની રાજધાની કિવ સહિત દેશના અનેક શહેરોમાં ઈમારતો સહિત સંપત્તિને નુકસાન થયું છે. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું રશિયા ફરી એકવાર વિશ્વનું રાજા બનવા જઈ રહ્યું છે. આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે બલ્ગેરિયાના અંધ રહસ્યવાદી બાબા વાંગાની (Baba Vanga) ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
11 સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની સાચી ભવિષ્યવાણી કરનારા બાબા વાંગાએ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક દિવસ દુનિયા પર રાજ કરશે. એવું માનવામાં આવે છે કે તેમની પોતાની 85 ટકા આગાહીઓ સાચી પડી. બાબા વાંગાને ‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંગાએ લેખક વેલેન્ટિન સિદોરોવને કહ્યું કે રશિયા “વિશ્વનો સ્વામી” બનશે, જ્યારે યુરોપ “બજાર” બની જશે.
બાબા વાંગાએ પુતિનના સંભવિત સંદર્ભમાં આગાહી કરી હતી અને કહ્યું હતું કે જો બધુ બરફની જેમ પીગળી જાય, તો માત્ર વ્લાદિમીરનો મહિમા, રશિયાનો મહિમા અસ્પૃશ્ય રહેશે. તેમણે વધુમાં કહ્યું કે રશિયાને કોઈ રોકી શકશે નહીં. બાબા વાંગાનો જન્મ 1911માં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે તેની દૃષ્ટિ ગુમાવી હોવાનો દાવો કર્યો હતો. તે પછી તેમને ભવિષ્યમાં જોવા માટે ભગવાન તરફથી ખૂબ જ દુર્લભ ભેટ આપવામાં આવી હતી.
1996 માં જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે તેમણે આગાહીઓ આપી હતી જે 5079 સુધી ચાલશે. તેમણે આગાહી કરી હતી કે આ વર્ષે વિશ્વનો અંત આવશે. સોવિયેત યુનિયનનું વિઘટન, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને 2004માં થાઈલેન્ડની સુનામી, ચેર્નોબિલ દુર્ઘટના અને બરાક ઓબામાના પ્રમુખપદ અંગેના તેમના દાવાઓ સાચા સાબિત થયા છે. બાબા વાંગાનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું.
બાબા વાંગાએ ભારત વિશે ભવિષ્યવાણી કરી હતી કે અહીંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ જશે. જેના કારણે પાક પર તીડનો હુમલો થશે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે 2022માં વિશ્વના મોટા શહેરોમાં પીવાના પાણીની અછતની અસર જોવા મળશે. નદીઓના પ્રદૂષણથી વહેતા પાણીમાં ઘટાડો થશે. 2022 માં, લોકો પહેલા કરતા વધુ સમય સ્ક્રીન પર વિતાવશે, એટલે કે, લોકો કમ્પ્યુટર અને મોબાઇલ પર વધુ સમય પસાર કરશે.
આ પણ વાંચો –
Russia Ukraine War : યુક્રેન-રશિયા વચ્ચેની ‘શાંતિ વાર્તા’ અટવાઈ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બેલારુસમાં મંત્રણાનો કર્યો ઇનકાર
આ પણ વાંચો –