AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકન ફુટબોલ સ્ટાર ખેલાડી જૂજૂ સ્મિથ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં, 10 હજાર ડોલર કર્યા દાન

ભારતમાં બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ચર્ચાનું કારણ બન્યુ છે.

અમેરિકન ફુટબોલ સ્ટાર ખેલાડી જૂજૂ સ્મિથ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં, 10 હજાર ડોલર કર્યા દાન
Juju Smith
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 04, 2021 | 6:06 PM
Share

ભારતમાં બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ચર્ચાનું કારણ બન્યુ છે. પોપ સિંગર રિહાના (Rihanna) અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) દ્વારા ટ્વીટ કરવા બાદ ભારતમાં દેશના બહારના લોકોના પ્રભાવથી બચવાની પણ મુહિમ ચાલવા લાગી છે.

વિરાટ કોહલીથી લઈને સચિન તેંડુલકર (Sachin Tendulkar) જેવા દિગ્ગજ અને સ્ટાર ખેલાડીએ પણ ભારતીય ફેન્સથી આવા સમયે એકજુટતા બનાવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. આ દરમ્યાન અમેરિકન ફુટબોલ (American Footballer) સ્ટાર ખેલાડી જૂજૂ સ્મિથ (Juju Smith)એ પણ કિસાન આંદોલન (Kisan Andolan)ના સમર્થનમાં આવી ગયા છે. તેમણે ના ફક્ત ટ્વીટ કરી ખેડૂતોને સમર્થન કર્યુ છે, પરંતુ ખેડૂતોને માટે પૈસા પણ દાન પણ કર્યા છે.

https://twitter.com/TeamJuJu/status/1357048037302960129?s=20

આ પહેલા પોપસ્ટાર રિહાનાએ ટ્વીટ કર્યુ હતુ કે, આપણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન માટે વાત કેમ નથી કરી રહ્યા. તેની આ ટ્વીટને લઈને ટ્વીટર પર એક અલગ જ જંગ શરુ થઈ ગઈ હતી. જેને કેટલાક લોકોએ યોગ્ય દર્શાવ્યુ હતુ તો અનેક લોકો અને દિગ્ગજોએ તેણે આ મામલામાં બોલવુ ના જોઈએ તેવી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય ક્રિકેટર્સ સરકારની ડિમાંડ પર અમલ કરવાની સલાહ આપી રહ્યા છે. ત્યાં હવે અમેરિકન ફુટબોલર જૂજૂ સ્મિથે ખેડૂતો માટે ઉભો રહેલો જોવા મળ્યો હતો.

જૂજૂ અમેરિકન લીગ એએફએલમાં રમે છે, જ્યાં દિગ્ગજ ખેલાડીઓમાં તે શામેલ છે. તેણે ખેડૂતોના આંદોલનને માટે 10 હજાર ડોલર એટલે કે 7 લાખ રુપિયા દાન આપ્યા છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, મને એ બતાવતા ખુશી થઈ રહી છે કે મેં 10 હજાર ડોલર દાન કર્યા છે. કારણ કે ભારતમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને મેડિકલ સુવિધાઓ મળી રહે અને હવે વધુ જાન ગુમાવાય નહીં. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરવા વાળી ગ્રેટા થનબર્ગ, અમેરિકન કમલા હેરિસની ભાણી, પોપ સ્ટાર રિહાના સહિત આંતરરાષ્ટ્રીય હસ્તિઓએ દેશના નવા કૃષી કાનૂન સામેના ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપ્યુ હતુ.

જેના પર ઘણો વિવાદ પણ વર્તાઈ ચુક્યો છે કે બહારની વ્યક્તિઓએ ભારતના આંતરિક મામલામાં દખલ ના દેવી જોઈએ. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અનિલ કુંબલે, સુરેશ રૈના, શિખર ધવન જેવા અનેક સ્ટાર ખેલાડીઓએ પણ #indiaagainstpropagandaના હેશટેગ મારફતે ફેન્સને અપીલ કરી હતી કે બહારની વ્યક્તિઓને સાંભળવા ના જોઈએ.

આ પણ વાંચો: FARMERS PROTEST : દિલ્હી બહાર 6 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો ત્રણ કલાકનો ચક્કાજામ કરશે : રાકેશ ટીકેત

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">